ગાંધીનગરમાં દારૂની ભઠ્ઠીઓનો ધમધમાટ; 768 બોટલ દારૂ પકડાયો

| Updated: May 28, 2022 1:56 pm

લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) શુક્રવારે (Gandhinagar) ગાંધીનગરમાં સરકારી રહેણાંકની જગ્યામાં પાર્ક કરેલી બે કારમાંથી ગેરકાયદેસર દારૂની 768 બોટલો જપ્ત કરી અને આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ જણાવ્યું કે, આ મામલે મંથન સોલંકી (24) નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે (Gandhinagar) ગાંધીનગર સેક્ટર 30માં રહેતો હતો. મંથન કથિત રીતે સેક્ટર 7માં શ્યામજી કૃષ્ણ વર્મા સરકારી ક્વાટર્સની પાર્કિંગ સ્પેસનો ઉપયોગ તેના દારૂના કન્સાઇનમેન્ટને સ્ટોર કરવા માટે કરતો હતો.

એક વરિષ્ઠ અધિકારી જણાવ્યું કે, આરોપીઓ કારમાંથી બોટલો કાઢીને છૂટક વેચાણ કરતાં હતા. શુક્રવારે તેઓએ પાર્કિંગની જગ્યાઓ પર નજર રાખી હતી અને આરોપીઓને દારૂ કાઢતા જોતાં હતા.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમનઃ અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે

Your email address will not be published.