વડોદરામાં ફાર્મ હાઉસમાં દારુની મહેફિલ માણતા 8 ઉદ્યોગપતિઓ ઝડપાયા

| Updated: June 13, 2022 9:38 pm

વડોદરામાં વરસાદની સિઝનમાં ફાર્મ હાઉસમાં દારુની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકલ ક્રાઈમબ્રાંચે અને પોલીસે સાથે મળી રેડ કરી હતી. આ રેડમાં 8 લોકોની દારુની પાર્ટી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં આ લોકો ઉદ્યોગપતિઓ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજયમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદી માહોલને લઈ ઘણા લોકો દારુની મહેફિલ પણ માણતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વડોદરા શહેરના ઉદ્યોગપતિઓને પોલીસે દારુની મહેફિલ માણતા રંગેહાથે ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડો પાડતા 8 શખ્સો દારૂની પાર્ટી કરતા ઝડપાયા હતા.

પોલીસે તમામ ફાર્મ હાઉસની તલાસી લેતા તેમાંથી 30 નંગ બિયર, દારૂની બે બોટલ અને ખાલી 2 બોટલ મળી આવી હતી. આ નબીરાઓ મોઘીદાટ કારમાં પાર્ટી કરવા માટે આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને મળેલી માહિતી અનુસાર વરસાદી માહોલ હોવાથી આ વ્યક્તિઓએ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. જો કે પોલીસને બાતમી મળી જતા આ લોકો પાર્ટીનો રંગ જામે તે પહેલા જ પોલીસે ભંગ પાડ્યો હતો અને તમામની ધરપકડ કરી હતી.

દારુની મહેફિલ માણતા ઝડપાયેલા આરોપીઓના નામ

અંકીત સુરેશભાઇ પટેલ (રહે. દ્વારકેશ બંગલો, ગોરવા, વડોદરા)
ભૌમિક ધીરૂભાઇ પટેલ (રહે. સેન્ડવુડ રેસિડેન્સી, અકોટા, વડોદરા)
પાર્થ ચેતનભાઇ પુરોહિત (રહે. અર્પિતા પાર્ક, ગોત્રી, વડોદરા)
જય કિરિટીભાઇ પટેલ (રહે. મંગલદર્શન સોસાયટી, ભરૂચ)
હેમાંગ દેવાંગકુમાર જાની (રહે. શાંતિપાર્ક સોસાયટી, વાસણા રોડ, વડોદરા)
ધ્રુવકુમાર રમણભાઇ પટેલ (રહે. સેવાશ્રમ સોસાયટી, વાસણા ભાયલી રોડ, વડોદરા)
યશીશ ચંદુભાઇ રાઠવા (રહે. સુભદ્રા પાર્ક, દિવાળીપુરા ગોત્રી, વડોદરા)

Your email address will not be published.