મોદી સરકારના 8 વર્ષ: 8 વર્ષમાં મોદી સરકારના 5 મોટા નિર્ણયો

| Updated: May 26, 2022 12:18 pm

26મે 2014 આ એ દિવસ હતો..જ્યારે દેશની કમાન ફરી એકવખત ગુજરાતીએ સંભાળી

ખેડૂત આંદોલન

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના ભણકારા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા.ગુજરાતમાં ખેડૂતો દ્વારા ધરણાં કરીને ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવા માટે વિવિધ જિલ્લાના ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યાં હતાં.26 જાન્યુઆરી, 2021: પ્રજાસત્તાક દિવસે , કાયદાને રદ કરવાની માંગ સાથે, 26 જાન્યુઆરીએ ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન હજારો વિરોધીઓની પોલીસ સાથે ઘર્ષણ થયું. નવેમ્બર 19, 2021: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરી સરકાર તરફથી સત્તાવાર દરખાસ્ત મેળવ્યા પછી દિલ્હીની સરહદો પર તેના વિરોધને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

નર્મદા યોજના હેઠળ સરદાર સરોવર ડેમના ગેટ બંધ કરવાની મંજૂરી

વડાપ્રધાન (MODI)બન્યાના 17 દિવસની અંદર જ, નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની ગુજરાતની લાંબા સમયથી માંગણીને મંજૂરી આપી દીધી હતી. આ પ્રોજેક્ટ ગુજરાતની જીવાદોરી ગણાય છે. મંજુરી બાદ, આ વિષય માટે રચાયેલી સમિતિએ વધુ કાર્ય પૂર્ણ કર્યું અને આ પ્રોજેક્ટને લગતા મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોની સમસ્યાઓનું નિરાકરણ કર્યા પછી અને તેમની સંમતિથી આખરે 16 જૂન 2017ના સરદાર સરોવર ડેમના તમામ દરવાજા બંધ કરી દીધા હતા. ડેમના દરવાજા બંધ થવાથી આ ડેમની ક્ષમતા 3.75 ગણી વધીને 4.73 મિલિયન મીટર થઈ છે.

નોટબંધી

2016ની આઠમી નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરીને 500 તથા 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.રાતો રાત 500 તથા 1000 રૂપિયાની નોટો બંધ થઇ ગઇ હતી.એક બાજુ મોદી સરકાર (MODI)બજારમાંથી કાળાં નાણાંનું ચલણ અટકાવવા રાતો રાત નોટબંધીની જાહેરાત કરી હતી. તો બીજી બાજુ અચાનક થયેલી જાહેરાતથી સ્થિતિ અસ્તવ્યસ્ત બની ગઈ હતી. નવી કરન્સીના સર્ક્યુલેશનમાં વિલંબ થઈ રહ્યો હોવાથી લોકોમાં ઉશ્કેરાટ વધી ગયો હતો. તેની વ્યાપાર પર ઊંડી અસર જોવા મળી હતી.સામાન્ય લોકો હેરાન થઇ રહ્યા હતા.રોકડની તંગીને કારણે સમગ્ર અર્થવ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ હતી.
વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોકસી, લલીત મોદી, નરેન્દ્ર મોદી (MODI)સરકારના શાસન દરમિયાન કરોડોના કોંભાડ કરીને દેશથી ભાગી ગયા છે તેમના પર કાર્યવાહી કરવામાં મોદી સરકાર નાકામ રહી છે.

જીએસટી

દેશવ્યાપી GST, જેમાં એક્સાઇસ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા 17 સ્થાનિક લેવ્ઝનો સમાવેશ થાય છે, તે 1 જુલાઈ, 2017 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. જીએસટીનો અમલ કરવામાં આવ્યો ત્યારે કહેવામાં આવતું હતું કે મોટાભાગના વેરાને તેમા આવરી લેવામાં આવ્યા હોવાથી કરવેરા પ્રણાલિ વધારે સરળ બનશે અને લોકોને પણ રાહત મળશે. હવે કરવેરા પ્રણાલિ સરળ બની હશે તે હકીકત છે, પરંતુ સામાન્ય પ્રજાને જીએસટીના લીધે અપેક્ષિત રાહત હતી તે મળી જ નથી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

વિશ્વની સૌથી ઊંચી “સ્ટેચ્યુ ઓફ યુનિટી” એ ભારતનું ગૌરવ છે અને અવિભાજિત અને અખંડિત ભારતને આપણા અમૂલ્ય સરદાર વલ્લભભાઈ પટેલ માટે નિર્ભય સન્માન છે.
સ્થાનિક આદિવાસીઓ પ્રતિમાની નજીકના પ્રવાસન માળખાના નિર્માણ માટે જમીન સંપાદનનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, તેમને રોકડ, જમીનનું વળતર અને નોકરીની ઓફર કરવામાં આવી હતી

આજુબાજુના કેવડિયા, વાઘોડિયા, લીંબડી, નવાગામ અને ગોરા જેવા ગામોના લોકોએ પ્રતિમાના નિર્માણ સામે વિરોધ કર્યો હતો અને ડેમના નિર્માણ માટે અગાઉ મેળવેલી 375 હેક્ટર જમીન પરના જમીનના હક્કો પરત કરવાનો દાવો કર્યો હતો. તો બીજી બાજુ પ્રવાસનમાંથી આવકને વેગ મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં હોટલ, પરિવહન અને અન્ય સેવાઓમાં લાભ મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વ સ્થરે નામના મેળવી છે અને અનેક દેશોમાંથી લોકો પ્રવાસન માટે મુલાકત લઇ રહ્યા છે

Your email address will not be published.