દારૂબંધી માત્ર કહેવા પૂરતીઃ સુરતની કામરેજ સબજેલમાંથી 82 પેટી શરાબ પકડાયો

| Updated: October 14, 2021 11:14 pm

ગુજરાત સરકાર રાજ્યમાં દારૂબંધીના દાવા કરે છે પરંતુ વાસ્તવમાં રાજ્યમાં શરાબની રેલમછેલમ છે. સુરતમાં જેલમાંથી આજે દારૂનો જથ્થો મળી આવતા સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે આ કાંડમાં સંડોવાયેલા બે પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ કરતા બંને કોન્ટેસબલ ફરાર થઇ ગયા છે.

કામરેજ પોલીસ સ્ટેશનની સબ-જેલમાંથી રૂપિયા 3.94 લાખની કિમતના વિદેશી દારૂની 82 પેટીનો જથ્થો ઝડપાયો હતો. ઓન રેકર્ડ દારૂની જથ્થો નહીં દર્શાવાતા ઘણી અટકળો થઇ હતી. આ સંદર્ભે પોલીસે ગુલાબ અને પિનેશ નામના બે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે. ઘટના બાદ બંને કોન્સ્ટેબલ ફરાર થઈ ગયા છે.

ગુજરાતની દારુબંધી માત્ર ‘કાગળ પરનો વાઘ’ હોવાનું રાજ્ય આખામાં પૂરવાર થઇ રહ્યું છે. શહેરના ગલી-મહોલ્લામાં પણ દારૂનું દૂષણ વ્યાપી ગયું છે ત્યારે, સુરતના કામરેજ પોલીસ મથકની સબ -જેલમાં મળી આવેલો મોટી માત્રામાં દારૂનો જથ્થો કોની મહેરબાનીથી આવ્યો હતો તે સમજવું મુશ્કેલ નથી.

Your email address will not be published. Required fields are marked *