ડીસામાં દારુ ભરેલી ગાડી રસ્તા પર પલટી મારી, સ્થાનિકો બોટલો ઘરે લઈ ગયા

| Updated: May 12, 2022 2:09 pm

ડીસા તાલુકાના થેરવાડા અને જાવલ ગામ વચ્ચે દારૂ ભરીને જઈ રહેલી કાર રોડની સાઈડમાં પલટી ખાતા ગામ લોકોએ દારૂનો આનંદ માણ્યો હતો.

ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ વેચાય પણ છે અને પીવામાં પણ આવે છે. બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો હોવાના કારણે રોજેરોજ મોટા પ્રમાણમાં રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપરથી દારૂનો સપ્લાયર કરવામાં આવે છે. ડીસા તાલુકામાં પણ વિદેશી દારૂનું વેચાણ કરતા લોકોને જાણે કોઈ જ પ્રકારનો પોલીસનો ડર ન હોય તેમ રોજેરોજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય છે. ત્યારે આજે ડીસા તાલુકાના થેરવાડા અને જાવલ ગામ વચ્ચે શિફ્ટ ગાડીમાં દારૂ ભરીને જઇ રહેલ અજાણ્યો શખ્શ અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં પલટી ખાઈ જવા પામી હતી.

જો કે, ગાડી રોડની સાઈડમાં પડતાની સાથે જ આજુ બાજુના સ્થાનિક લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી. લોકો ગાડીમાંથી દારૂની લઈને ભાગતા નજરે પડ્યા હતા. જે બાદ આ સમગ્ર ઘટના અંગે ડીસા તાલુકા પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને રોડની સાઈડમાં દારૂ ભરેલી શિફ્ટ ગાડીને જેસીબી દ્વારા બહાર નિકાળવામાં આવી હતી. જે બાદ ડીસા તાલુકા પોલીસે ગાડીનો કબજો મેળવી આ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.

Your email address will not be published.