ખેડા જિલ્લાના વસા તાલુકાના અલીન્દ્રા ગામના નાગરિક એવા રાજ પટેલે નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર પાઠવીને નરેગાના કૌભાંડીઓને સજા ન કરતા તંત્રની ફરીયાદ કરી છે. પત્ર પાઠવતા રાજ પટેલે લખ્યું છે કે હું અરજદાર રાજ પટેલ ( બબ્બર ) આ ખુલ્લો પત્ર લખી ખેડા જિલ્લામાં ચાલી રહેલા લોલમલોલ તંત્રની ફરીયાદ કરવા આવી રહ્યો છુ. અરજદારે પત્રમાં વડાપ્રધાનને રૂબરૂ મળવાની પણ વાત કરી છે. અરજદારે લખ્યું છે કે મારો આ પત્ર વડાપ્રધાન સુધી પહોંચાડવામાં મને મદદ કરશો તેવી અપેક્ષા. આગળ તે લખે છે કે મારી વડાપ્રધાનને એવી રજૂઆત રહેશે કે આપ ભ્રષ્ટાચારના ખૂબ મોટા વિરોધી છો . દેશમાં ભ્રષ્ટાચાર આપે સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. પરંતુ 1 ટકા ભ્રષ્ટાચાર ખેડા જિલ્લામાં ચાલી રહ્યો છે. આ સંદર્ભે આપનું ધ્યાન દોરવુ છે .
અરજદાર લખે છે કે, હું ખેડા જિલ્લાના વસો તાલુકાના અલિન્દ્રા ગામે રહુ છુ , જ્યાં અગાઉના સસ્પેન્ડેડ સરપંચ રજની પટેલ દ્વારા અને તાલુકા પંચાયતના કર્મચારીઓ ( સાગર કાછીયા – APO , દિનેશ માલિવાડ – ગ્રામ રોજગાર સેવક ) દ્વારા ભેગા મળી આપની મનપસંદ યોજના અને ગ્રામ્ય વિસ્તારના લોકોની જીવાદોરી સમાન નરેગા યોજનામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હતો . જેની લાંબી લડત , અખબારી અહેવાલો અને રજૂઆતો બાદ ત્રણેય લોકો સસ્પેન્ડ થયા હતા . સસ્પેન્ડ કર્યા બાદ તેમની પાસેથી ભ્રષ્ટાચાર કરેલા લાખો રૂપિયાની રીકવરી કરવાની થાય છે . તો આ રીકવરી કરવા માટે તંત્રએ આરોપીઓ સામે ફરીયાદ દાખલ કરાવવાની હોય છે . આ ફરીયાદ દાખલ કરવામાં તંત્ર લાચાર બની ગયુ છે . રાજકીય દબાણથી ફરીયાદ ન થતી હોવાનું સ્પષ્ટ દેખાતુ હોવાથી હવે અમો આપ સાહેબ સમક્ષ ગુહાર લગાવી અને તાત્કાલિક ધોરણે ફરીયાદ દાખલ કરી રીકવરી કરવા માટે આદેશ આપશો તેવી અમને અપેક્ષા છે