વડોદરા પર તોળાઈ રહ્યો છે કોવિડ-સ્વાઇન ફ્લુનો સંયુકત ખતરો

| Updated: July 30, 2022 10:51 am

વડોદરાઃ વડોદરા શહેર એકબાજુએ કોરોનાના વધતા જતાં કેસોનો સામનો કરી રહ્યુ છે ત્યારે સ્વાઇન ફ્લુએ માથુ ઉચક્યું છે. હવે ચિંતાજનક વાત એ છે કે કોવિડ-19ના દર્દીઓ પર સ્વાઇન ફ્લુની પણ અસર થઈ રહી છે. શહેરમાં સ્વાઇન ફ્લુના બે કેસ આવ્યા છે. આ મહિને અગાઉ કોરોના પોઝિટિવ થનારી મહિલા પણ તેમાથી સાજી થઈ છે.

વડોદરામાં 2020 અને 2021માં પણ સ્વાઇન ફ્લુના કેસ આવ્યા હતા, પણ તેના પછી આ પ્રકારના રોગ ધરાવતા દર્દીઓના કોઈ કેસ સામે આવ્યા ન હતા. છેલ્લા 16 વર્ષમાં જોઈએ તો વડોદરામાં સ્વાઇન ફ્લુના કેસો આ સીઝનમાં બહુ-બહુ તો મહત્તમ 87 પર પહોંચ્યા છે. વધુમાં આ પ્રકારના ચેપ 15 જુન પછી જ સપાટી પર આવે છે.

ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો. ઉદગીઠ ઠાકરે જણાવ્યું હતું કે મારી પાસે આવેલી મહિલા ડાયાબિટિક હતી અને તેણે ઉત્તરાખંડનો પ્રવાસ કર્યો હતો. આ સિવાય પણ એક દર્દી તેમની પાસે સારવાર માટે આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વાઇન ફ્લુની સમયસર સારવાર કરાવવાથી જીવ બચાવી શકાય છે. ઓસેલ્ટામિવીરથી તેની સારવાર કરવી શક્ય બને છે. તેમણે ઉમેર્યુ હતું કે શ્વાસની બીમારી ધરાવતો દર્દી ગયા સપ્તાહે મૃત્યુ પામ્યો તેને પણ સ્વાઇન ફ્લુ થયો હતો.

ગુજરાતમાં કોરોનાના કેસ ગુરુવારે હજારની સપાટી વટાવી ગયા હતા અને હાલમાં 1,128 કેસ છે. છેલ્લા 164 દિવસમાં આ સૌથી મોટો આંકડો છે. પાંચ મહિના પછી રાજ્યમાં કોરોનાના કેસોએ હજારની સપાટી વટાવી છે. અમદાવાદમાં કેસોની સંખ્યા 400ને વટાવી ચૂકી છે. આ પણ છેલ્લા 150 દિવસની ઊંચી સપાટી છે. કોવિડના લીધે એક દર્દી મૃત્યુ પામ્યો છે, આમ અમદાવાદમાં છેલ્લા દસ દિવસમાં કોવિડના લીધે દસમાંથી આઠ મોત થયા છે.

ગુજરાતમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 6 હજારનો આંકડો વટાવી ચૂકી છે. આ આંકડો ફેબ્રુઆરીના મધ્યાંતર પછી સૌથી ઊંચો છે. અમદાવાદમાં દર્દીઓની સંખ્યા 2,145 પર પહોંચી ચૂકી છે. બીજા કેસોમાં વડોદરામાં દર્દીઓની સંખ્યા 78, મહેસાણામાં 76, ગાંધીનગરમાં 60, વડોદરામાં 58, સુરતમાં 48 છે. જ્યારે રાજ્યના 33 જિલ્લાઓમાંથી ત્રણ જિલ્લામાં ક્યાંય એક્ટિવ કેસ નથી.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડની રસીના 6,160 પ્રથમ ડોઝ અને 14,071 બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં 5.42 કરોડ લોકોએ પહેલો ડોઝ અને 5.36 કરોડે બીજો ડોઝ લઈ લીધો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 45 લાખથી વધારે બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.

Your email address will not be published.