ગુજરાત: દહેજમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી 30 લોકો ઘાયલ

| Updated: May 18, 2022 2:41 pm

મંગળવારે ભરૂચના દહેજમાં (Dahej) એક એગ્રોકેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા હતા.જિલ્લા અધિકારીઓએ જણાવ્યું કે ફેક્ટરીના બોઈલરમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી.

જો કે,આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં ફેક્ટરીના એક બોઈલરમાં વિસ્ફોટ થયો હોવાનું બહાર આવ્યું છે. ફાયર અધિકારીઓએ જણાવ્યું કે,ભારત રાસાયણના એગ્રોકેમિકલ યુનિટની ફેક્ટરીમાંથી ગાઢ કાળો ધુમાડો જોઈ શકાતો હતો. આગ પર કાબૂ મેળવવા માટે 15 જેટલા ફાયર ટેન્ડરોનો ઉપયોગ લેવાયો હતો.

જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ભારત કેમિકલ કંપનીની ફેક્ટરીમાં સાંજે લગભગ 4 વાગ્યે આગ લાગી હતી. નવ કામદારોની હાલત નાજુક છે અને તેઓને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.આગ અને તેના કારણે થયેલા વિસ્ફોટમાં 20 થી વધુ કામદારો ઘાયલ થયા છે.

આગની ઘટનામાં ઇજા પામેલા લોકોને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સમાં ભરૂચની અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઇજાગ્રસ્તોનો આંક વધે તેવી શક્યતાને પગલે 6-7 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખી હતી.

આ પણ વાંચો: સાઉદી અરેબિયામાં આયોજિત ઇન્ટરફેથ ફોરમમાં BAPSના સંતના સંબોધનને વૈશ્વિક પ્રતિનિધિઓએ તળીઓથી વધાવ્યુ

Your email address will not be published.