રાજકોટ: ધોરાજીના ઉપલેટા ગામમાં સોની વ્યાપારી લૂંટાયો, સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી

| Updated: January 13, 2022 8:06 am

બુધવારના રોજ રાજકોટના ઉપલેટા ગામના ઝાંઝમેર રોડ પર લૂંટની ઘટના બની હતી. જેમાં ધોરાજીમાં સુપેડી નજીક આવેલા ઉપલેટા ગામમાં મોટર સાઇકલથી જઈ રહેલા એક સોની ને લૂંટવામાં આવ્યો હતો.

આ વ્યાપારી પોતાની મોટર સાઇકલ પર જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. લૂંટારાઓએ વ્યાપારીને ખૂબ માર મારીને તેણે લૂંટવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હયાતી, જે બાદ લૂંટારાઓને પકડી પાડવા માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કાની તપાસ મુજબ બહાર આવ્યું છે કે લૂંટ થયેલા થેલામાં સોના ચાંદી સહિતનો બીજો કેટલોક માલ પણ હોવાનું સામે આવ્યું છે. જોકે, કુલ કેટલો મુદ્દામાલ હતો તેની તપાસ હાલમાં ચાલી રહી છે.

આ ઉપરાંત લૂંટનું કારણ તેમજ તેવા બીજા કેટલાક પાસાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *