કમલમ ખાતે CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, વિધાનસભા ચૂંટણીને લઇ ચર્ચા કરાઈ

| Updated: January 4, 2022 4:12 pm

આજે તારીખ 04 જાન્યુઆરી 2022 ના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ગાંઘીનગર ખાતે પ્રદેશના હોદેદારઓ,સાંસદઓ, ધારાસભ્યઓ, જીલ્લા અને મહાનગરના પ્રમુખઓની બેઠક યોજાઇ હતી. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં સંગઠન મહામંત્રી મંત્રી રત્નાકરજી,ગુજરાત પ્રદેશના સહપ્રભારી સુધીર ગુપ્તાજી ,પ્રદેશના કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઇ પટેલ(કાકા), પ્રદેશના મહામંત્રીઓ રજનીભાઇ પટેલ, ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદિપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ માર્ગદર્શન આપ્યું હતું. પેજ સમીતીનું કામ ઝડપથી પુર્ણ થાય તે દિશામાં કામ કરવા હાંકલ કરી હતી. પેજ સમીતી અંગે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે રીતે લોકોનો વિશ્વાસ મેળવ્યો છે તેના કારણે લોકો આપણી પેજ સમીતીમાં જોડાય છે. આપણી પાસે કાર્યકરોની તાકાત છે. કોંગ્રેસ પાસે કાર્યકરો જ નથી. આવનાર સમયમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ વન ડે વન ડિસ્ટ્રીકનો પ્રવાસ કરવાના છે તે અંગે પણ જિલ્લાના પ્રમુખઓને માર્ગદર્શન આપ્યું હતું. પાર્ટીનો દરેક કાર્યકર આવનાર સમયમાં પાર્ટીને વધુ મજબુત કેવી રીતે કરી શકાય તેની ચિંતા કરવા હાંકલ કરી હતી.

આ બેઠકમાં રાષ્ટ્રીય સહપ્રભારી સુઘીર ગુપ્તાજીએ માર્ગદર્શન આપતા જણાવ્યું કે, દરેક સભ્ય પોતાના કાર્યને વધુ સારી કેવી રીતે કરી શકે તે અંગે આત્મચિંતન કરવા જણાવ્યું. ચૂંટણી સમયે કેવી રીતે કામ કરવુ તે અંગે પણ માર્ગદર્શન આપ્યું. પેજ કમીટી અંગે જણાવ્યું કે પેજ સમીતીના કાર્યની નોંધ દેશના દરેક રાજયમાં લેવાઇ છે અને તેને અનુસરવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ આદેશ પણ કર્યો છે.આવનાર સમયમાં દરેક કાર્યકર ઉત્સાહ અને ઉમંગ સાથે કામ કરે તેમ હાંકલ કરી હતી.

Your email address will not be published.