પૈસાના બંડલમાં કાગળાના ડુચા ભરી સોનુ પડાવી લેતી ગેંગનો સભ્ય પકડાયો

| Updated: April 12, 2022 9:48 pm

અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પૈસાનું બંડલ આપી લોકોની સાથે ઠગાઇ કરતી હોવાની અનેક ઘટનાઓ બની છે. પૈસાનું બંડલ બતાવી સોનાના દાગીના પડાવી લેતી ગેંગના એક સભ્યને ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાંચે નોબલનગર પાસેના એક મકાનમાંથી તેને પકડી પાડ્યો છે. તેણે ઓઢવ અને રાણીપ પોલીસ સ્ટેશનની હદમાં ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશન સોપાવની તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી દરમિયાનમાં બાતમી મળી હતી કે, કુબેરનગરમાં રહેતો સુનિલ સોલંકી કે જેના વિરુધ્ધમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોધાયેલો છે. રાણીપ પોલીસ તેને શોધી રહી છે પરંતુ તે ધરપકડથી બચવા છુપાતો રહે છે અને ઘર બદલતો રહે છે. દરમિયાનમાં નોબલનગર નરોડા રેલવે સ્ટેશન પાસે પોતાના રહેણાંકના મકાનમાં હાલ છુપાયો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના ઘરે તપાસ કરતા સુનિલ સોલંકી મળી આવતા તેની ધરપકડ કરી હતી.

સુનિલની પૂછપરછ કરતા બહાર આવ્યું હતુ કે, તે પોતાના સાગરિતો સાથે શહેરના અલગ-અલગ વિસ્તારમાં પૈસાના બંડલ આપી લોકોને વિશ્વાસ લઇ તેમની પાસેથી દાગીના પડાવી પૈસાના બંડલની જગ્યાએ કાગળના ડૂચા આપી દે છે. તેવી રીતે ઠગાઇ આચરવાની તેની અને તેના ગેંગની માસ્ટરી છે. આમ તેને વિરુધ્ધણાં ઓઢવ અને રાણીપ પોલીસ સ્ટેશનમાં ઠગાઇના બે ગુના નોધાયેલા છે.

Your email address will not be published.