સોમવારે વહેલી સવારે જ્યારે નંદાસણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ભર નીંદરમાં હતો ત્યારે એક છોકરીએ જેલનું તાળું ખોલી તેના પ્રેમીને ભગડવામાં મદદ કરી હતી. જોકે, સગીરા સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. તેનો પ્રેમી ઘટનાના 36 કલાક પછી હજુ પણ ફરાર છે.
એસએચઓ જયરામ દેસાઈએ જણાવ્યું કે, મહેસાણા પોલીસ અધિક્ષક પોલીસ સ્ટેશનમાં રાત્રિ ફરજ પરના પોલીસ સ્ટાફ સામે તપાસ હાથ ધરશે.
હેડ કોન્સ્ટેબલ નિકિતા સગરામભાઈએ જણાવ્યું કે, રવિવારે સાંજે પ્રેમી અને પ્રેમિકા (બંને નબાલિક છે) તેમના વકીલ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. છોકરીના માતા-પિતાએ તેમની પુત્રી સાથે ભાગી જવા બદલ છોકરા સામે કેસ નોંધ્યો હતો. આ મામલે પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.
સવારે 3.30 વાગ્યાના સુમારે પોલીસ સ્ટેશનમાં હાજર ત્રણનો સ્ટાફ ફરજ પર હોવા છતાં ઊંઘી રહ્યો હતો ત્યારે છોકરાની સૂચનાથી યુવતીએ ટેબલના ડ્રોઅરમાંથી લોકઅપની ચાવી ચોરી લીધી અને કમ્પાઉન્ડ વોલ કૂદીને છોકરાને ભાગવામાં મદદ કરી હતી. જોકે, પોલીસ સ્ટેશનથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે છોકરીને જીઆરડીના જવાનોએ પકડી લીધી હતી. હવે છોકરો અને છોકરી બંને પર કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસની તપાસ સબ ઇન્સ્પેક્ટર જે.એલ.બોરીચા કરી રહ્યા છે. કડી શહેરમાં છોકરાના ઘરે પોલીસ જવાનોને રવાના કરી દેવાયા હોવા છતાં પોલીસ હજુ સુધી યુવકની ધરપકડ કરી શકી નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં પાડોશી યુવકે વિધવાની ઘરમાં ઘૂસી છેડતી કરી, મહિલાએ બુમાબુમ કરતા આરોપી ફરાર