વિદ્યાર્થીને ભલામણપત્રના બદલામાં વ્હીસ્કી માંગતા MSUની ટેકનોલોજી ફેકલ્ટીના પ્રોફેસર

| Updated: July 31, 2022 7:11 pm

જો મારો ભલામણપત્ર જોઈતો હશે તો મને સારી બ્રાન્ડનો દારૂ આપવો પડશે અથવા તો રૂપિયા આપવા પડશે, આ શબ્દો છે ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MSU)ના પ્રોફેસરના.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીએ કેસ કર્યો છે કે પ્રાધ્યાપકે તેને અપશબ્દો બોલીને જાતિવિષયક અપમાન કર્યુ છે. વિદ્યાર્થીએ પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે પ્રાધ્યાપકે ગાળો બોલી જાતિવિષયક અપમાન કર્યુ છે. તેની સાથે બેથી ત્રણ હજારની સારી બ્રાન્ડની વ્હિસ્કીની માંગ કરી છે. વિદ્યાર્થીએ વીસી અને સિન્ડિકેટને પણ પત્ર લખીને માંગ કરી છે. તેણે રાવપુરા પોલીસમથકે પણ અરજી આપી છે.

ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીએ પત્રમાં જણાવ્યું હતું કે વિદેશમાં ભણવા અને સારી કંપનીમાં જોબ કરવા ભલામણપત્રની જરૂર હોવાથી તે મિકેનિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર નિકુલ પટેલ પાસે ગયો હતો. પ્રાધ્યાપકે તેને ગાળો દીધી હતી અને જાતિવિષયક અપમાન કર્યુ હતુ. તેની સાથે બેથી ત્રણ હજારની સ્કોચ વ્હિસ્કી માંગી હતી.

વિદ્યાર્થીએ ના પાડતા ભલામણપત્ર ઝૂંટવી લેવા પ્રયાસ કર્યાનો પ્રોફેસરે કર્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીોનો આરોપ હતો કે પ્રોફેસરે તેને મારી નાખવાની પણ ધમકી આપી હોવાથી તે અસુરક્ષિત હોવાનું અનુભવી રહ્યો છે. વિદ્યાર્થીએ યુનિવર્સિટી કાયદા મુજબ તેમની સામે આકરા પગલાં ભરવા માંગ કરી છે.

રાવપુરા પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ ભરત રાજવંશીએ નિકુલ પટેલ સામે અરજી નોંધાવી છે, જેના સંદર્ભમાં તેમનું નિવેદન પણ લીધું છે. અરજીમાં બિભત્સ ભાષાના ઉપયોગનો ઉલ્લેખ નથી. ઉલ્લેખનીય છે કે નિકુલ પટેલે મેમાં ફાઇન આર્ટ્સની ફેકલ્ટીમાં વિવાદમાં વિવાદિત વિદ્યાર્થીનો પક્ષ લઈને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. સિન્ડીકેટમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો. તેની તપાસ માટે સમિતિ પણ રચાઈ છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નિકુલ પટેલે જણાવ્યું હતું કે હું તો દારૂ પીતો જ નથી પછી માંગવાની ક્યાં વાત જ આવી. આ વિદ્યાર્થીને લેટર ઓફ રિકમાન્ડેશન આપી દીધું છે. 20 વર્ષના કાર્યકાળમાં નિષ્ઠાથી સેવા આપી છે. આક્ષેપો સાબિત નહી કરી શકે તો માનહાનિનો દાવો કરીશું. મારી વીસીને વિનંતી છે કે આ ઘટના પાછળ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ ઘટના પાછળ ષડયંત્ર છે.

Your email address will not be published.