સુરતમાં કિશોરને ઓનલાઇન ચાકુ મંગાવવાનું ભારે પડ્યું

| Updated: April 16, 2022 4:31 pm

સુરતમાં મિત્રો સામે વટ જમાવવા છરો મંગાવનાર વિદ્યાર્થીને ભારે પડ્યું હતું. પોલીસે ઓનલાઈ છરો મંગાવનાર વિદ્યાર્થીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જો કે, બે દિવસ પહેલા પણ એક આરોપીની આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે, આ લોકો સામે પોલીસતંત્ર સક્રિય બન્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં એમેઝોન પરથી ઓનલાઈન રેમ્બો છરો મગાવનાર 15 વર્ષીય કિશોરની પોલીસે ધરપકડ કરી છે જોકે આ યુવક પોતાના મિત્રો સામે રુવાબ જમાવવા માટે છરો મંગાવ્યો હતો. જોકે બે દિવસ પહેલા પણ લિંબાયત પોલીસે આ જ પ્રકારે ઓનલાઈન છરો મંગાવતા યુવકની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું હતું. સુરતમાં યુવાનો પોતાની પાસે લોકો સામે વટ જમાવવા છરા અથવા તો ઘાતક ચપ્પુ જોવા જેવા હથિયાર સાથે લઇને ફરવાનો ટ્રેડ જોવા મળ્યો હતો. જોકે ગ્રીસમાં વેકરીયાની હત્યા બાદ આવા હથિયાર લઇને ફરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી 251 કરતા વધુ આવા હથિયાર પોલીસે કબજે કર્યા હતા.

ગ્રીષ્માં વેકરિયા જેવી બીજી ઘટના નહીં બને તે માટે પોલીસ સતર્ક થઈને આવા હથિયાર લઇને ફરતા યુવાનો ધરપકડ કરી તેના પર કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી રહી છે. ત્યારે સુરતની કાપોદ્રા પોલીસના બાતમીદાર આ બાતમી મળી હતી કે કાપોદ્રામાં રહેતા રત્ન કલાકારનો 15 વર્ષીય પુત્રને હાલમાં ધોરણ 10 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ એમેઝોન ઉપરથી ઓનલાઈન રેમ્બો છરો મંગાવ્યો હતો. આ કિશોર કોઇ ગુનો કરે તે પહેલાં પોલીસે તેની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. વિદ્યાર્થીઓને ડરાવવા અને રોફ જમવવવા માટે છરો મંગાવ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.