રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગુજરાતમાં કુલ 4,525 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 1માં તેમનું એડમિશન કન્ફર્મ કરી છે. રાજ્ય સરકારે બીજા રાઉન્ડમાં 6,334 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. જેમાંથી 1,809 વાલીઓએ કન્ફર્મેશન આપવા ની છેલ્લી તારીખ – 23 મે, સોમવાર સુધી એડમિશન કન્ફર્મ કર્યું ન હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજા રાઉન્ડના અંતે રાઇટ તો એડ્યુકેશન (આરટીઈ) એક્ટ હેઠળ કુલ 13,242 બેઠકો ખાલી રહી છે. તેથી, સરકાર ટૂંક સમયમાં પ્રવેશનો ત્રીજો રાઉન્ડ યોજે તેવી શક્યતા છે સેવાઇ રહી છે.
ગુજરાતમાં આરટીઈ એક્ટ હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ 64,456 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાંથી કુલ 53,387 વિદ્યાર્થીઓએ તેમનો પ્રવેશ કન્ફર્મ કર્યો હતો. આ વર્ષે રાજ્ય સરકારે રાજ્યભરની કુલ મળીને 9,957 શાળાઓમાં 71,154 આરટીઈ બેઠકો ઉપલબ્ધ કરાવી હતી.
આરટીઈ નિયમ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટે સરકાર બાળક દીઠ મહત્તમ રૂ. 13,000ની ગ્રાન્ટ આપે છે. આ વર્ષે આરટીઈ એક્ટ હેઠળ રાજ્યમાં કુલ 1.93 લાખ ફોર્મ ભરાયા હતા, જેમાંથી 1.76 લાખ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા અને 16,629 નામંજૂર કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે આરટીઈ એક્ટ અમલમાં આવ્યા બાદ, આ વર્ષે રાજ્યમાં સૌથી વધુ ફોર્મ સબમિટ કરાયા હતા.