એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ઘર સામે જ યુવતીનું ગળું કાપી નાંખ્યુ, જુઓ લાઇવ વિડીયો

| Updated: February 13, 2022 4:42 pm

લગભગ ચાલીસ મિનિટ સુધી તમામ ઘટનક્રમ ચાલ્યો હતો…ફેનીલ પહેલાંથી જ તમામ તૈયારીઓ કરી ને આવ્યો હતો

સુરત શહેરમાં એક અતિ વિચલિત કરનારી ઘટના સામે આવી છે. શહેરના પાસોદરા નજીક એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ઘર સામે જ યુવતીને રહેસી નાંખી હતી. Surat Murder યુવકે પહેલા યુવતિના ભાઈ અને પિતા પર હુમલો કર્યો હતો. જે બાદમાં યુવતીના ગળાના ભાગે છરી મારીને તેની હત્યા કરી નાંખી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ થયો છે. જે ઘણો જ વિચલિત કરનારો છે. યુવતીની હત્યા બાદ યુવકે પણ ઝેરી ગોળી ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. Surat Murder હત્યારા યુવક સહિત મૃતક યુવતીના ઈજાગ્રસ્ત ભાઈ અને પિતા હાલ હોસ્પિટલમાં દાખલ છે. કામરેજ પોલીસે ઘટનાને પગલે કાર્યવાહી શરૂ કરી છે..

આ અંગે મળતી માહિતી એવી છે કે છેલ્લા Surat Murder કેટલાક દિવસથી યુવક એક યુવતીનો પીછો કરી રહ્યો હતો. જે બાબતે થોડા દિવસ પહેલા યુવતીના પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જોકે, ગઇકાલે યુવક યુવતીના ઘર બહાર પહોંચીને છરી જેવા હથિયારથી બોલાચાલી કરવા લાગ્યો હતો. જે બાદ યુવતીના મોટા બાપાએ ગુસ્સે થઈ યુવકને ધમકાવ્યો હતો. Surat Murder જેથી યુવકે તેમની પર છરીથી હુમલો કરી દીધો હતો…પાગલ યુવક 15 મિનિટ સુધી યુવતી ના ગળામાં ચપ્પુ રાખીને ને હત્યા કરવાનો પ્રયાસ કરતો હતો છતાં આ તમાસો સ્થાનિક લોકો જોતા હતા ત્યારે આ ઘટના માં સ્થાનિક લોકો પણ યુવતીને બચાવી ન શક્યા હતા આખરે પાગલ યુવતે યુવતીની હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચો-વલસાડની મુસ્લિમ યુવતીએ ભગવદ ગીતા ની ક્વિઝમાં ટોચનું સ્થાન મેળવ્યું

15 મિનિટ સુધી યુવકે યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી હતી. આ ઘટના સમયે યુવતીના ઘરની બહાર અનેક લોકો ભેગા થઇ ગયા હતા. યુવાને યુવતીના ગળાના ભાગે ચપ્પુ મૂક્યું હતુ. Surat Murder જેથી યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી ચલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી નાંખી હતી.

નરાધમ આરોપી ફેનીલ

સુરતમાં થયેલ યુવતી હત્યા મામલે રેન્જ આઇ એ શું કહ્યું..જુઓ

સુરત કામરેજ ના પાસોદરામાં યુવતીનું ગળું કાપી મોત ને ઘાટ ઉતારવાનો મામલે સુરત ગ્રામ્ય પોલીસે ગંભીરતા લઇને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે આ મામલે સુરત રેન્જ આઇ જી રાજ કુમાર પાંડિયનને ઘટનાની વિગત વાર માહિતી આપતા કહ્યું હતું કે હત્યાનો આરોપી ફેનીલ ગોયાણી મૃતક યુવતી ને છેલ્લા એક વર્ષ થી હેરાન કરતો હતો તેમજ યુવતી ના એકતરફી પ્રેમ માં હતો આરોપી ફેનીલ હતો..છોકરીનો ભાઈ અને મોટા પપ્પા તેને સમજાવવા ગયાં હતાં. ગઈકાલે સાંજે 6 વાગ્યા નો બનાવ બન્યો હતો ..ત્યારે લગભગ ચાલીસ મિનિટ સુધી તમામ ઘટનક્રમ ચાલ્યો હતો…ફેનીલ પહેલાંથી જ તમામ તૈયારીઓ કરી ને આવ્યો હતો તેવી માહિતી તપાસ માં સામે આવી હોવાની વાત કરી હતી

આરોપીએ અગાઉથી તૈયારી સાથે આવ્યો હતો
વધુમાં રેન્જ આઇ જી કહ્યું હતું કે બેગ માં તે ધારદાર ચપ્પુ, પાણી ની બોટલ અને કોઈક દવા લઈ ને આવ્યો હતો.યુવતી ના ભાઈ અને મોટા પપ્પા એ ઠપકો આપ્યા બાદ તેને યુવતી ને બાન માં લીધી હતી.જોકે સોસાયટી ના રહીશો ડર ના માર્યા તેની નજીક ગયા ન હતાં તેવું નિવેદન પોલીસે આપ્યું છે

આરોપીએ કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો પોલીસ કરશે

પાગલ પ્રેમી એ યુવતીની કરપીણ હત્યા કરી નાખતા સુરત શિત શોસિયલ મીડિયામાં પણ લોકો આરોપી સામે ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે આ મામલે રેન્જ આઇ જી કહ્યું હતું કે
આરોપી ને કડક માં કડક સજા થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તે માટે પણ પ્રયત્નો કરાશે..

અહેવાલ – મયુર મિસ્ત્રી..

Your email address will not be published.