એક સપ્તાહ ધોમધખતી ગરમીઃ બપોરે નીકળતા નહી તો મગજ પર ચઢી જશે

| Updated: May 9, 2022 6:28 pm

અમદાવાદઃ હજી એક સપ્તાહ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી જારી રહેવાની છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. ઉત્તરપશ્ચિમ પવન ફૂંકાવવાના લીધે તાપમાનમાં વધારો થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચથી સાત દિવસમાં તાપમાનમાં વધારો થશે.

અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રી ઉપર તો કંડલા, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે.હવામાન વિભાગે ગરમીની આગાહી કરતા જણાવ્યુ છે કે, અમદાવાદમાં મંગળવારે 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ ઉપરાંત આવતીકાલે કંડલામાં અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે. રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે.

મદાવાદ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદની સાથે ગાંધીનગર, કચ્છ અને પાટણમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે માવઠાની આગાહી કરતા જણાવાયુ છે કે, હાલ વરસાદની કોઈ આગાહી નથી અને વેસ્ટ બંગાળના વાવાઝોડાની રાજ્ય પર કોઈ અસર નહિ થાય.

ભારતમાં 1971 થી 2021 સુધીમાં લગભગ સત્તર હજાર લોકોએ હીટ વેવને કારણે જીવ ગુમાવ્યા છે. ભારતના ટોચના હવામાનશાસ્ત્રીઓના મતે ભારતમાં ગરમીના કારણે છેલ્લા પચાસ વર્ષમાં સત્તર હજાર લોકોના મોત થયા છે. આ ટીમે 2021માં રિસર્ચ પેપર બહાર પાડ્યું હતું, જેમાં પચાસ વર્ષમાં ગરમીના મોજાની ઘટનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

ભારતમાં દરેક ઋતુ તેની ચરમસીમાએ લોકોમાં ભય પેદા કરે છે. આ સમયે દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તમામ પ્રકારની ગરમીથી ત્રસ્ત લોકો રાહતની આશા સાથે આકાશ તરફ જોઈ રહ્યા છે. પરંતુ હવામાનશાસ્ત્રીઓના મતે લોકોને અત્યારે રાહત નહીં મળે. દેશમાં વધુ તીવ્ર ગરમી પડવાની સંભાવના છે

Your email address will not be published.