એક મહિલા કે જે પાર્કિન્સન્સની બિમારી સુંઘી શકે છે!

| Updated: December 22, 2021 5:14 pm

શું તમે જાણો છો કે, માનવ શરીરમાં અબજો માનવ અને માઇક્રોબાયલ કોષો હોય છે? આ કોષો સંખ્યાબંધ રાસાયણિક સંયોજનો બનાવે છે. તેમાંના કેટલાક સંયોજનો છે ખાસ પ્રકારની ગંધ ઉત્સર્જિત કરે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે છે કે તમે જે વ્યક્તિને સારી રીતે ઓળખો છો તેને માત્ર ગંધથી પણ ઓળખી શકો છો. તમે, હું અને આ ગ્રહ પરના દરેક અન્ય વ્યક્તિ પાસે એક ખાસ ગંધની ફિંગરપ્રિન્ટ છે, જે એક હજારથી વધુ અસ્થિર કાર્બનિક સંયોજનોનું મિશ્ર્ણ છે જે સતત ઉત્સર્જિત થતું રહે છે.

આ કાર્બનિક સંયોજનોથી શ્વાસ, પરસેવો,ત્વચામાંથી નીકળતાં સીબમ અને પેશાબને એક અનોખી ગંધ મળે છે. આ ગંધ આરોગ્ય, આહાર, દવાઓ અને સ્મોકિંગથી બદલાઈ શકે છે, પરંતુ તે માત્ર ન્હાવાથી જતી નથી. હવે, એક એવી શક્તિની કલ્પના કરો કે જેના વિશે કોઈ જાણતું નથી, જેનાથી તમે ડૉક્ટરો શોધી શકે તે પહેલાં તમે જેને પ્રેમ કરતા હોય તેનાં ગંભીર રોગના ચિહ્નોને સુંઘી શકો છો. કલ્પના કરો કે કોઇ સાયન્ટિફિક કોન્ફરન્સમાં ઊભા થઈને રોગના નિષ્ણાતને પૂછે કે શા માટે કોઈએ ગંધનાં આધારે બિમારીનાં નિદાન વિશે વિચાર્યું નથી?

આ સવાલથી નિષ્ણાતો પણ ચકિત થઇ ગયા હતા. જોકે સ્કોટલેન્ડની એક મહિલાને આ દૃશ્યની કલ્પના કરવાની જરૂર ન હતી. લગભગ એક દાયકા સુધી, જોય મિલ્ને અને તેના પતિ લેસ્લીને ખ્યાલ ન હતો કે તેની પાસે તે શક્તિ છે. મિલ્નેના પતિને પાર્કિન્સનનો રોગ હોવાનું નિદાન થયું હતું જ્યારે તેમની ઉંમર 45 વર્ષની હતી, પરંતુ મિલ્નેને 12 વર્ષ પહેલાં લાગતું હતું કે કંઈક ગરબડ છે. આ દંપતી તેમની કિશોરાવસ્થામાં મળ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા. મિલ્ને નર્સ પ્રેક્ટિશનર બની અને લેસ્લી એક ફિઝિશિયન. તેમણે લગ્ન કર્યા.મિલ્નેને યાદ આવ્યું કે શરૂઆતના વર્ષોમાં તેનાં પતિના શરીરની ગંધ કેટલી સરસ હતી.

જોકે. પછી તેના શરીરની ગંધ બદલાઈ ગઈ, અને ન ગેમ તેવી ગંધ આવવા લાગી. મિલ્નેએ તેને વધુ સારી રીતે ધોવા કહ્યું, પરંતુ તીક્ષ્ણ ગંધ દૂર થઇ નહીં. પાર્કિન્સન રોગની વ્યાપક અસરો થાય છે, પરંતુ મગજમાં અમુક કોષોને નુકસાન થતાં હલનચલનમાં સમસ્યા થાય છે.ઘણા લોકો વૃદ્ધ થાય છે તેમ હલનચલનમાં ધ્રુજારી, જડતા અને શરીર ઠંડું પડવા જેવી સમસ્યા જોવા મળે છે. પાર્કિન્સનનું વહેલું નિદાન થાય તો સમયસરની સારવારથી તેની ગંભીર અસરોને ધીમી કરી શકાય છે. જોકે કમનસીબે, હજુ સુધી એવા લેબોરેટરી ટેસ્ટ નથી જે પ્રારંભિક તબક્કાના પાર્કિન્સન રોગનું નિદાન કરી શકે.

બ્લડ ટેસ્ટ કરીને પાર્કિન્સન છે કે નહીં તે જાણી શકાતું નથી. તેના પતિને પાર્કિન્સન્સ હોવાનું નિદાન થયા પછી, મિલ્નેએ તેને જણાવ્યું હતું કે સપોર્ટ ગ્રુપ મીટિંગમાં ભાગ લેનાર દરેક અન્ય વ્યક્તિ કે જેને પહેલેથી જ પાર્કિન્સન્સ હોવાનું નિદાન થયું હતું તે લોકોમં તેનાં પતિ જેવી ગંધ આવતી હતી. બંનેને તરત જ આ શોધનું મહત્વ સમજાઇ ગયું. 2012માં પાર્કિન્સન્સ સેમિનારમાં, મિલ્નેએ એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધક ટિલો કુનાથને પૂછવાની હિંમત કરી કે ગંધનો ઉપયોગ પાર્કિન્સન્સનાં દર્દીઓના નિદાન માટે કેમ કરવામાં આવતો નથી.

કુનાથેએ ક્યારેય આવા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ વિશે સાંભળ્યું ન હતું. વાસ્તવમાં, ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનું નિદાન કરવા માટે ગંધનો ઉપયોગ કરવો વિચિત્ર લાગતું હતું. પરંતુ થોડા મહિનાઓ પછી, એક સહયોગીએ નોંધ્યું કે કેટલાક કેન્સરમાં પણ ચોક્કસ ગંધ પેદા થાય છે જે કૂતરા શોધી શકે છે. કૂતરાઓની ગંધ પારખવાની ક્ષમતા જબરદસ્ત હોય છે.કુતરાનો ઉપયોગ ગુનાની તપાસમાં થતો આવ્યો છે.પરંતુ કૂતરાંની બિમારીને ઓળખવાની ક્ષમતાની પણ હવે જાણ થઇ છે. ઉદાહરણ તરીકે, તાલીમ પામલા કૂતરા કોરોના પોઝિટિવ દર્દીઓની ગંધને ઓળખી શકે છે.

કેટલાક દેશોએ હવે આ માટે કુતરાંનો ઉપયોગ શરુ કર્યો છે. સંશોધક કુનાથે ગંધથી નિદાન કરવા બાબતે યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં કેમેસ્ટ્રીનાં પ્રોફેસર પેરદિતા બેરનનો સંપર્ક કર્યો. બેરાન માસ સ્પેક્ટ્રોમેટ્રી તરીકે ઓળખાતી ટેકનિકનાં નિષ્ણાત છે, તેઓ રાસાયણિક સંયોજનોને ઓળખી શકે છે. તેમણે સાથે મળીને વૈજ્ઞાનિક સંશોધન લેખો લખ્યા છે જેમાં મિલ્નેની અસાધારણ ક્ષમતાની વાત કરવામાં આવી છે. શરૂઆતમાં, સંશોધકોએ પાર્કિન્સન રોગને શોધવા માટે મિલ્નેની ક્ષમતાની કસોટી કરવા એક ટેસ્ટ તૈયાર કર્યો.

તેમણે પાર્કિન્સન રોગવાળા છ લોકો અને અન્ય છ સામાન્ય લોકોને પસંદ કર્યા. તમામને રાતભર એક સરખી ટી-શર્ટ પહેરાવવામાં આવી અને તેને અડધી કાપીને બેગમાં રાખવામાં આવી. મિલ્નેને દરેક ટી-શર્ટના ટુકડાને સૂંઘવા અને પાર્કિન્સન રોગ છે કે કેમ તે ઓળખવા માટે કહેવામાં આવ્યું હતું. મિલ્નેએ દરેક ટી-શર્ટને તે જ વ્યક્તિએ પહેરેલા બીજા અડધા ભાગ સાથે મેચ કર્યા એટલું જ નહીં, પરંતુ તેણે પાર્કિન્સન્સથી પિડાતા તમામ છ લોકોને પણ ઓળખી કાઢ્યા મિલ્નેએ એ દરેકને પણ ઓળખી કાઢ્યા જેમને પાર્કિન્સન રોગ ન હતો સિવાય કે એક વ્યક્તિ જેને પાર્કિન્સન ન હોવા છતાં તેની ગંધ હોવાનું જણાવ્યું હતું.

સંશોધકોએ ટેસ્ટને એક ખોટા સકારાત્મક તરીકે ગણાવ્યું જોકે ટેસ્ટનાં પરિણામોથી તેઓ પ્રભાવિત થયા. લગભગ નવ મહિના પછી, જે વ્યક્તિની ગંધને ખોટી રીતે પાર્કિન્સનની હોવાનું જણાવ્યું હતું તેણે સંશોધકોને જણાવ્યું કે, તેને વચગાળામાં પાર્કિન્સન હોવાનું નિદાન થયું હતું. આ કિસ્સામાં, મિલ્નેએ ક્લિનિકલ ટેસ્ટમાં નિદાન થાયતે પહેલા રોગની ઓળખ કરી હતી. કુનાથ અને બેરાને નોંધ્યું કે મિલ્ને પાર્કિન્સન રોગવાળા દર્દીઓના સીબમમાં અસ્થિર કાર્બનિક સંયોજનો ડિટેક્ટ કરી શકતી હતી.એક નોન-મુવમેન્ટ પાર્કિન્સન રોગના લક્ષણો, જે લગભગ 60 ટકા દર્દીઓમાં જોવા મળે છે.

આ શરીરની ત્વચાની એક પ્રકારની સ્થિતિ છે જેનાથી સીબુમ વધુ પેદા થાય છે. પરિણમે છે. સંશોધક ટીમે તે પછી ચોક્કસ બાયોમાર્કર્સને ઓળખવા માટે સીબમનાં સંયોજનોની તપાસ શરુ કરી હતી. મૂળ આઇડિયા સિબમનાં નમૂનાઓ એકઠાં કરીને તે અસ્થિર કાર્બનિક સંયોજનો છોડે તે માટે તેમને ગરમ કરવાનો છે. તે પછી સંયોજનોને અલગ કરવામાં આવે છે, અને પાર્કિન્સનની ગંધ સાથે સંકળાયેલા પદાર્થોની નોંધ કરી તેને ઓળખવામાં આવે છે. આ પધ્ધતિથી આ પહેલા થોડાં કાર્બનિક સંયોજનોની ઓળખ કરવામાં આવી છે.

સંશોધકોનું ધ્યેય સીબમમાં બાયોમાર્કર્સ એટલે કે ખાસ પ્રકારના ઓળખચિહ્નો શોધવાનું છે જે પાર્કિન્સનનું વહેલું નિદાન કરવામાં મદદ કરી શકે. મિલ્નેનાં પતિ સાથે બન્યું તેમ પાર્કિન્સન રોગનાં લક્ષણો પ્રગટ થવામાં વર્ષો લાગી શકે છે.ત્વચા-આધારિત ટેસ્ટિંગ સસ્તું અને પીડારહિત હશે અને તેનાથી રોગ કેટલો વધ્યો તે પણ જાણી શકાશે. હજુ સુધી અસ્થિર કાર્બનિક સંયોજનનાં આધારે કોઈપણ રોગ માટે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ થતાં નથી.

પરંતુ, ચેપી રોગો, ડાયાબિટીસ અને કેન્સરના કેમિકલ સિગ્નેચર જેવા કાર્બનિક સંયોજનોને શોધવા માટે કેમિકલ અને ઇલેક્ટ્રોનિક “નોઝ” નો ઉપયોગ કરવામાં સંશોધકોને રસ છે. પરંતુ, આ સંશોધન પાર્કિન્સન રોગમાં સૌથી વધુ આગળ વધ્યું છે અને આ બધું સ્કોટલેન્ડની એક મહિલાને આભારી છે જેણે જોયું કે તેના પતિમાંથી અલગ ગંધ આવવા લાગી છે.

Your email address will not be published.