મુંબઈની 5-સ્ટાર હોટેલમાં લેખિકા પર બળાત્કાર; ફરિયાદ કરવા પર ડી-ગેંગની ધમકી

| Updated: June 16, 2022 4:40 pm

મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત એક ફાઈવ સ્ટાર હોટલમાં 75 વર્ષીય વેપારીએ 35 વર્ષીય લેખિકા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો મામલો સમે આવ્યો છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ વિવિધ આઈપીસીની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. પીડિત મહિલાએ વેપારી વિરુદ્ધ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નામે રેપ પીડિતાને ધમકી આપી અને કહ્યું હતું કે જો તે પોલીસને ફરિયાદ કરશે તો તે તેને મારી નાખશે.

આરોપી વેપારીએ પીડિત મહિલા પાસેથી 2 કરોડની લોન લીધી હતી અને તે પરત કરી ન હતી. આ ઉપરાંત જ્યારે પીડિત મહિલાએ તેની પર થઈ રહેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી બિઝનેસમેન અને દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા લોકોએ સીધી ધમકી આપી હતી કે જો તે આ અંગે કોઈને કંઈ કહેશે તો તેને મારી નાખવામાં આવશે.

આ કેસની તપાસ હાલમાં આંબોલી પોલીસમાંથી MIDC પોલીસને સોંપવામાં આવી છે. MIDC પોલીસ મહિલાના દાવાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ભાવનગર ગેંગરેપ કેસ: કોર્ટને ઐતિહાસિક ચુકાદો, ત્રણેય આરોપીને આજીવન કેદની સજા

Your email address will not be published.