ભારતીય સેનામાં ફરજ બજાવતા અને ખંભાળિયાના વતની સતવારા હરેશભાઈ હડીયલ શહિદ થયા છે.
ફરજ દરમિયાન તેઓ શહિદ થયા છે.જબલપુર ખાતે બેઈન હેમરેજ થતા તેઓ શહિદ થયા છે.જેને લઇને સતવારા સમાજ સહિત આજુબાજુના ગામમાં શોકનો માહોલ છવાયો છે
ખંભાળિયા ખાતે આજે સવારે શહીદ યુવાનની તિરંગા અંતિમયાત્રા સતવારા સમાજ સાથે આજુબાજુના ગામના લોકો પણ જોડાયા હતા.ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મોટી સંખ્યામાં લોકો આ અંતિમયાત્રામાં જોડાયા હતા.તેમના સમાજના લોકો પણ હાજર રહ્યા હતા.