સુરતમાં એમ-ટેક એન્જીનિયર પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

| Updated: April 27, 2022 2:54 pm

સુરત (Surat) શહેરના વેસુ વિસ્તારમાં રહેતી  ૩૩ વર્ષીય મહિલા જ્યોતિ બેન ગોવિયાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા બાદ  ચકચાર મચી ગઈ છે.

જ્યોતિના  લગ્ન સાહિલ ગોવિયા નામના વ્યક્તિ સાથે 5 વર્ષ પહેલા થયા હતા. તેમને 2 સંતાનો છે. જ્યોતિ વ્યવસાયે એમ-ટેક એન્જીનિયર હતી. તેઓ વેસુના વાસ્તુગ્રામ વિસ્તારમાં રહેતા હતા. મહિલાના પરિવારે સાહિલ ગોવિયા પર અત્યાચારનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી 2-4 મે વચ્ચે જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની મુલાકાત લેશે

પરણીતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, તેમની દીકરીને છેલ્લા ચાર વર્ષથી દહેજ માટે  હેરાન કરતા અને ખૂબ ત્રાસ આપતા હતા, જેનાથી  કંટાળીને તેમની  પુત્રીએ મંગળવારે ગળેફાંસો ખાઈ  આપઘાત કર્યો હતો. મહિલાના મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે  સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં બંને  પરિવારો આમને-સામને થયાં હતા. ઉમરા પોલીસે આ સમગ્ર ઘટનાની  વધુ તપાસ હાથ ધરી છે. 

અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત

Your email address will not be published.