પરિવર્તન યાત્રાના પાંચમા દિવસે પણ આમ આદમી પાર્ટીને જનતા તરફથી ભરપૂર સમર્થન મળ્યું

| Updated: May 19, 2022 6:04 pm

આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ગુજરાતભરમાં પાંચમાં દિવસે પણ ઉત્સાહભેર આગળ વધી રહી છે. સતત પાંચ દિવસથી ચાલી રહેલી આ ઐતિહાસિક પરિવર્તન યાત્રામાં જાહેર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી રહી છે. દિલ્હીના કામો અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે અને તેથી જ હવે ગુજરાતની જનતા પણ ઈચ્છે છે કે ગુજરાતમાં પણ દિલ્હી જેવી વિશ્વકક્ષાની વ્યવસ્થા હોવી જોઈએ.

પરિવર્તન યાત્રા પાંચમાં દિવસે નીચે દર્શાવેલા માર્ગો પરથી પસાર થશે

સોમનાથથી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રવિણ રામ અને પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 7 કલાકે વિસાવદારથી નીકળીને 10 કલાકે ભૂંસણ માર્કેટ પહોંચી હતી. ત્યાંથી નીકળીને સાંજે 5:30 વાગે વિસાવદર ગામ પહોંચી. વિસાવદર ગામથી નીકળી પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે બગસરા (ધારી) ખાતે વિરામ કરશે.

દ્વારકાથી પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી, ‘આપ’ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને સંગઠન મંત્રી અજીત લોખીલની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 9 કલાકે સરાડીયાથી નીકળીને સવારે 10 કલાક બાંટવા પહોંચશે. ત્યારબાદ 11 વાગ્યે માણાવદર અને સાંજે 4 કલાકે મેંદરડા પહોંચશે. મેંદરડાથી નીકળીને 5 કલાકે શાપુર અને 6 કલાકે વંથલી પહોંચશે. વંથલીથી નીકળીને રાત્રે 8 કલાકે ધાંધૂસર પરિવર્તન યાત્રા વિશ્રામ કરશે.

દાંડીથી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડૂક અને ‘આપ’ નેતા રાકેશ હિરપરાની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા વેસર્ટન ચાર રસ્તાથી સાંજે 4 કલાકે નીકળીને 5 વાગ્યે કલ્યાણપુરી માર્કેટ પહોંચશે. ત્યાંથી નીકળીને 6 કલાકે તૂકારામ મંદિર અને 7 કલાકે નીલગીરી સર્કલ પહોંચશે. ત્યારબાદ પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે રણછોડ નગર (પર્વત પાટિયા) ખાતે વિરામ કરશે.

અબડાસા (કચ્છ)થી કિસાન સંગઠન અધ્યક્ષ રાજુ કરપડા અને પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવીની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા ભૂજથી સવારે 6 કલાકે નીકળી હતી અને સવારે 10 કલાકે સ્વામિનારાયણ મંદિર પહોંચી હતી. ત્યાંથી નીકળેલી પરિવર્તન યાત્રા સાંજે 7 કલાકે નારણપરએ પહોંચીને વિશ્રામ કરશે.

સિદ્ધપુરથી પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, સંગઠન મંત્રી રમેશ નાભાની અને મહામંત્રી સાગર રબારીની આગેવાનીમાં નીકળનારી પરિવર્તન યાત્રા મહુડી મંદિરથી સવારે 8 કલાકે નીકળીને 11 કલાકે માણસા પહોંચી હતી. ત્યાંથી પરિવર્તન યાત્રા સાંજે 6 કલાકે બાપુપૂરા ખાતે રોકાશે.

ઉમરગાંવથી પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 7 વાગ્યે વ્યારાથી નીકળીને સાંજે 5 વાગ્યે બાજીપુરા પહોંચશે. ત્યાંથી નીકળ્યા બાદ સાંજે 6 વાગે વાલોદ પહોંચશે. સાંજે 07:30 કલાકે પરિવર્તન યાત્રા વાલોદથી નીકળી ફૂલવાડી ખાતે રોકાશે.

પરિવર્તન યાત્રાના કારણે ગુજરાતના ખૂણે-ખૂણે આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. જે ઝડપે જનતા આમ આદમી પાર્ટીને અપનાવી રહી છે તે જોઈને ભાજપ કોંગ્રેસ ગભરાઈ ગઈ છે. આમ આદમી પાર્ટીનો કાફલો વધી રહ્યો છે, લોકો જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી લોકો સાથે હાથ મિલાવીને ઈતિહાસ રચવા જઈ રહી છે.

Your email address will not be published.