Aam Aadmi Party: આજે ગુજરાતની ચૂંટણીના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરશે

| Updated: August 2, 2022 12:05 pm

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022 નું બ્યુગલ ફૂંકી દીધું હોય તેવું જોવા મળી રહ્યું છે કારણે મળતી માહિતી અનૂસાર AAP આજે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરશે

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટી એક્ટિવ થઇ રહી છે.જેના કારણે અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાત આવી રહ્યા છે વિધાનસભાની ચુંટણી પહેલા લોકોને રિઝવા માટે તેઓ દર અઠવાડિયે ગુજરાત આવી રહ્યા છે.

આજે AAP વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.કાલે જ હજુ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા જે બાદ AAP એ આ યાદી તૈયાર કરી હોય તેવું જોવા મળી રહ્યું છે.મળતી માહિતી અનૂસાર પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે

10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે

  • 5 વર્ષમાં દરેક બેરોજગારોને રોજગારી મળશે. જેમ દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગારી આપી છે. અને વધુ 20 લાખ લોકોને નોકરી આપીશું.
  • જ્યાં સુધી રોજગાર ન મળે, ત્યાં સુધી દરેક બેરોજગારોને 3 હજાર દર મહિને ભથ્થું મળશે.
  • 10 લાખ સરકારી નોકરી આપશું.
  • ગુજરાતમાં દરેક પેપર ફૂટે છે તેનો કાયદો લાવીશું. અને પેપર ફૂટતા બંધ કરવશું. અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.
  • સહકારી ક્ષેત્રે તમામ નોકરીઓની સિસ્ટમ પારદર્શક કરશું. સામાન્ય માણસો ને નોકરી મળશે. કોઈ ની ભલામણથી નહિ.

Your email address will not be published.