ભરૂચના ચંડેરીયા ગામ આદિવાસી સંકલ્પ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનાર 2022ના વિધાનસભાના ઇલેક્શનને ધ્યાને લઈને AAP અને BTP ગઠબંધન કરીને ભાજપ સામે લડી લેવાના મૂડ દેખાય છે. આ સંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને BTP પાર્ટીના સ્થાપક છોટુ વસાવા, મહેશ વસાવા સહિતની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ સંમેલનમાં હજારોની સંખ્યામાં આદિવાસી લોકોની હાજરી જોવા મળી હતી.
ડેડીયાપડાના BTP ના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, નર્મદા ડેમનું પાણી આજે પણ આ ટ્રાબલ વિસ્તારમાં મળતું નથી. ભાજપના લોકો કોમવાદના નામે જીતવા માંગે છે. ભાજપ કોંગ્રેસ એવું નહિ સમજતા અભી તો ટાઇગર જીંદા હૈ. અત્યાર સુધી બહોત પરેશાન કર્યા પણ હવે અમે પરેશાન નહિ થઈએ. વીજળી મફત, પાણી, ભરતી કરવામાં આવશે. રાહુલ ગાંધીનો દાહોદના પ્રોગ્રામ કેન્સલ કરવો પડ્યો. નરેન્દ્ર મોદી અને અમિતશાહને પણ ટેનશન છે ગુજરાતમાં શું થશે.
આ બે ભઠ્ઠી તપી છે એને તમારે ઠંડી પાડવાની છે
BTP ના સંસ્થાપક છોટુ વસાવાએ સંબોધન કરતા જણાવ્યું કે, આમ આદમી આપના સહકારમા આવી છે ત્યારે આપણે બધા ભેગા થઈ જઈએ. ગુજરાતમાંથી આ લોકોને દૂર કરવાના છે. હમારી સરકાર આવશે ઓબીસીની પણ વસ્તી ગણતરી કરાવીશું. વધુમાં કહ્યું હતું કે, આ દેશનું બજેટ ક્યાં જાય છે એ કોઈને ખબર નથી. દેશ માટે દેવું છે, લોન લઈને ક્યાં વાપરી જાય છે ખબર નથી, આવા લોકોને ગુજરાતમાંથી હાંકી કાઢો તો આપણું ગુજરાન ચાલશે. ટ્રાઈબલ વિસ્તારમાં ભાજપ સરકારે કોઈ કામ કર્યા નથી. એટલા માટે btp અને આપ તૈયાર છે તમે તૈયાર રહેશો. ગુજરાતમાંથી હાંકી કાઠીશું, આ બે ભઠ્ઠી તપી છે એને તમારે ઠંડી પાડવાની છે.
અરવિંદ કેજરીવાલે સભાનું સંબોધન કરતા કહ્યું હતું કે, પંજાબ ઇલેક્શન જીત્યા બાદ આ અમારૂ પહેલુ સંમલેન છે. કારણ કે આદિવાસી સાથે અત્યાર સુધી અન્યાય થયો છે, અમારા દેશમાં અમીર વ્યક્તિ પણ ગુજરાતના છે અને ગરીબ આદિવાસી પણ ગુજરાતમાં છે. એક તરફ બીજેપી અને કોંગ્રેસ પાર્ટી અમીરો સાથે પડી છે પણ અમારે પાર્ટી ગરીબો સાથે ઉભી છે. બસ અમને એક મોકો આપો અમે ગરીબી દૂર કરીશું તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું.
જે મને પ્યાર કરે એને હું જિંદગી પર નિભાવીશ: કેજરીવાલ
દિલ્હીના લોકો બહુત પ્યાર કરે છે આજે ગુજરાતના લોકો પાસે પ્યાર માંગવા આવ્યો છું. ગુજરાત લોકોએ વાર પ્યાર કરે તો જિંદગી પર પ્યારા નિભાવે છે, ત્યારે કેજરીવાલ પર એક પ્યાર કરે એટલે જિંદગી પર નિભાવે છે. મને રાજનીતિ નથી આવડતી. મને ભ્રષ્ટચાર નથી આવડતુ. ગુજરાતમાં સરકારી શાળાની હાલત ખુબ જ દયનિય છે. લાખો બાળકોનું ભવિષ્ય ખરાબ છે. આ ભાજપ સરકારને કઇ પડી નથી. ત્યારે અમે દિલ્હીમાં પણ આવી હાલત હતી પણ અમે તેની હાલત સુધારી છે. બાબા તેરા સપના અધૂરા કેજરીવાલ કરેગા સપના પુરા. ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલને પણ હું આમંત્રણ આપું છું કે જોઈ લ્યો દિલ્હીની સરકારી શાળા, હજુ તમે 5 વર્ષ ભાજપને આપશો તો પણ કંઈક નહિ કરે.
ભાજપે માત્ર પેપરલિકનો વલ્ડ રેકોર્ડ કર્યો
પેપર ફોડવામાં ભાજપ એ વલ્ડ રેકોર્ડ કર્યો છે. ગીનીશ બુક રેકોર્ડની મિટિંગ મળી છે તેમ પેપર લિંક મામલે ભાજપનું નામ નાખવાના છે. ભુપેન્દ્ર પટેલ અને પાટીલનો એક ચેલેન્જ આપું છું કે એક પેપર લિંક કર્યા વગર બતાવી આપો તો હું સ્વીકારું. બીજેપી સરકાર 267 વર્ષમાં સરકારી હોસ્પિટલની હાલત ખરાબ કરી નાખી છે. દિલ્હીમાં 2 કરોડ લોકોના ફી માં ઈલાજ કરી રહ્યા છીએ.
ચૂંટણી વહેલી આવશે આપથી ભાજપ ડરી ગઈ છે: કેજરીવાલ
પંજાબ અને દિલ્હીમાં આપણી સતા આવી છે, ત્યારે ભાજપ ડરી ગઈ છે એટલે ચૂંટણી વહેલી કરાવી રહ્યા છે. પણ ઉપરવાળા આમરી સાથે અમે દિલથી ચૂંટણી લડીને જીતીને આવીશું. કોંગ્રેસનું હવે કઈ વધ્યું નથી. જે નેતાઓ આપામાં આવવા માટે ઈચ્છતા હોય તે આવી શકે છે. બીજેપીને સાડા છ કરોડ લોકોમાંથી અધ્યક્ષ બનાવવા માટે ગુજરાતી ન મળ્યો. મહારાષ્ટ્રના લોકોને અધ્યક્ષ બનાવી દીધા છે.
( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )