કાળી કારમાં આવેલા ઇસમો દ્વારા આપના કાર્યકર્તાઓને માર મરાયો: આપ

| Updated: October 3, 2021 8:59 pm

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જંગમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહ્યું હતું. ક્યાંક એક બીજા પક્ષ પર આક્ષેપ પણ કરવામાં આવ્યા. સેક્ટર-24માં ભાજપના કાર્યકરો ખેસ પહેરીને ફરતા જણાતા કોંગ્રેસે વિરોધ કર્યો હતો જે બાદ હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ કાર્યકરોએ ખેસ ઉતારી દીધા હતા.

તેમજ સેકટર-15 વોર્ડ નં-6માં આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો ટોપી પહેરીને ફરતાં હોવાથી ડિટેન કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ 10 હેઠળ આવતા સેક્ટર 6માં કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા આપનાં કાર્યકરોને માર મરાયો તથા બૂથ તોડીને હુમલાખોરો જતા રહ્યાનો દાવો આમ આદમી પાર્ટીએ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યારે વોર્ડ નં.11ના ભાટ ગામમાં ભાજપએ બોગસ વોટિંગ કરાવતા આમ આદમી પાર્ટીએ અને તેમની લીગલ ટીમે વાંધો લેતા ગાંધીનગર એસપી મયુર ચાવડા સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ત્રીજી ઓક્ટોબરે ગાંધીનગર મનપા માટે મતદાન યોજાયું, જેમાં કુલ 11 વોર્ડની ૪૪ બેઠકો માટે મતદાન યોજાયું હતું.

વહેલી સવારથી શરૂ થયેલુ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહ્યું હતુ. જોકે, જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ તેમ ક્યાંક હોબાળા થવાની ઘટનાઓ સામે આવવા લાગી હતી, જો કે આપ પાર્ટી દ્વારા ભાજપ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે તેમ આપ પાર્ટીની લીગલ કમીટીએ જણાવ્યું હતું.

Your email address will not be published. Required fields are marked *