‘મિશન-2022 ગુજરાત’ અંતર્ગત AAPની ચુંટણીલક્ષી મેરેથોન મીટીંગ યોજાઇ

| Updated: April 5, 2022 6:39 pm

આજરોજ અમદાવાદમાં હોટલ હયાત રેસીડેન્સી આશ્રમરોડ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા એક મેરેથોન બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ બેઠકમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના ઇલેક્શન ઇન- ચાર્જ ગુલાબસિહ યાદવ, નેતા ઇશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિતના પ્રદેશ સમીતીના તમામ હોદ્દેદારો, ઝોન સંગઠન મંત્રીઓ, મહાનગર/જીલ્લાના પ્રમુખ અને વિધાનસભાના પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકના સંબોધનમાં ડૉ. સંદિપ પાઠકએ આમ આદમી પાર્ટી ટેકનોલોજીના માધ્યમથી કેવી રીતે કામ કરશે, ચુંટણીની રણનીતી બાબતે કેવી રીતે કામ કરશે, રીચર્સ અને ડેટા બાબતે કેવી રીતે કામ કરશે તે તમામ બાબતની વિસ્તૃત માહીતી આપી હતી.

સંદિપ પાઠકએ દિલ્હી વિધાનસભા ચુટણી-2022 અને હાલમાં જ યોજાયેલી પંજાબ વિધાનસભા ચુંટણી-2022 માં પ્રચાર-પ્રસાર બાબતે જે અનુભવો મેળવ્યા છે, તે અનુભવોને ગુજરાત વિધાનસભા-2022 ની ચુટણીમાં વધુ સારી અને મજબુત રીતે અમલમાં મુકી શકાય તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં 2022-વિધાનસભા ચુંટણી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પુરી તાકાત અને મજબુતાઇ સાથે લડે અને જીત મેળવી શકે તે માટેની વિશેષ ચર્ચાઓ અને રણનિતી આ મીટીંગમાં ધડવામાં આવી હતી.

Your email address will not be published.