13 હજાર પોલીસકર્મી અને તેમના પરિવારને પોલીસ હેલ્થકાર્ડ આપી ચેકઅપ અને સારવાર કરાવડાવી

| Updated: May 8, 2022 6:05 pm

પોલીસ અને તેમનો પરિવાર મેડિકલ ચેકઅપ પર ખર્ચ ન કરતા હોવાનુ પોલીસ કમિશનરના ધ્યાને આવ્યું
અમદાવાદ શહેરના 13 હજાર જેટલા પોલીસકર્મચારીઓ અને તેમના પરિવારને પોલીસ હેલ્થકાર્ડ સાથે રાખી ફ્રીમાં ચેકઅપ અને સારવાર કરાવવામાં આવી હતી. શાહિબાગના ચંદ્રમણી હોસ્પિટલના ડોક્ટર દ્વારા પોલીસ કમિશનરના પ્રયાસ દ્વારા મેડિકલ કેમ્પ યોજ્યો હતો. એક મિટીંગમાં પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવાર આર્થિક ખર્ચ ન પડે તે માટે મેડિકલ ચેકઅપ પર ખર્ચ ન કરતા હોવાનું ધ્યાને આવતા પોલીસ કમિશનરે આ આયોજન કર્યું હતુ.
તાજેતરમાં એક મિટીંગ અંતરગત પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો ખર્ચ પડે અને પોતાના ઘરની જવાદારી સંભાળવાની હોવાથી પોલીસ મેડિકલ ચેકઅપ પાછળ ખર્ચ ખચકાય છે અને નથી કરતી હોતી. જોકે બને ત્યાં સુધી તેમના પરિવારનો મેડિકલ ચેકઅપ કરાવવાનો ખર્ચ ટાળતી હોવાનું અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના ધ્યાને આવ્યું હતુ. જેથી તેઓ આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને પોલીસની મેડિકલ સારવાર ફ્રી થાય અને ચેકઅપ પણ મફત થાય તે બાબતે એક મિટીંગ યોજી હતી અને તેમાં ડોક્ટર દ્વારા મેડિકલ ચેકઅપ અને સારવાર પોલીસ અને તેમના પરિવાર માટે ફ્રી થાય તેવી વ્યવસ્થા ગોઠવવા સતત પ્રયાસો કરી તેને પાર પાડ્યું હોવાનું બહાર આવ્યું છે.


પોલીસ માટે મેડિકલ સુવિધાઓ ઉભી કરવા માટે પોલીસ કમિશનરે હેડ ક્વાર્ટરના ડીસીપી ડો.કાનન દેસાઇને તે જવાબદારી સોંપી હતી. તેવામાં પોલીસ કમિશનર અને ડીસીપીએ મળી શાહિબાગ સ્થિત આવેલા ચંદ્રમણી હોસ્પિટલના ડોક્ટર સાથે મુલાકાત લઇ પોલીસ અને તેમના પરિવારને ફ્રી મેડિકલ સારવાર અને એકઅપ થાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી. આ કાર્યક્રમ અંતરગત શહેરમાં ફરજ બજાવતા તમામ પોલીસકર્મીઓ અને તેમના પરિવારનું મેડિકલ એકઅપ ફ્રી કરાવ્યું હતુ. પોલીસ અને તેમના પરિવારને પોલીસ હેલ્થકાર્ડ સાથે રાખી ચકાસણી કરાવી હતી. મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ હોવાથી અનેક કર્મચારીઓને સોનાગ્રાફી, એક્ષરે, કાર્ડયોલોજી, લેબોરેટરી સહિતની તમામ વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરી આપી હતી. આમ પોલીસકર્મચારીઓને ડોકટર અને હોસ્પિટલે મફત સારવાર કરાવી હતી.


કોરનામાં મૃત્યુ પામેલા પોલીસ પરિવારના સભ્યનો નોકરી અપાવી.
કોરોના બાદ પણ શહેર પોલીસ કમિશનર અને શહેરના ઉચ્ચ અધિકારીઓ સતત પોલીસ કર્મચારીઓ અને તેના પરિવારની ચિંતામાં હતા. કારણ કે, અમુક પોલીસકર્મીઓના કોરોનામાં ફરજ બજાવતા સમયે મોત થયા હતા દરમિયાનમાં તેમના પરિવારના સભ્યોના પણ મોત નિપજ્યા હતા. તાજેતરમાં જ તેમણે કોરોનામાં મૃત્યુ પામાલે કર્મચારીઓને આર્થિક મદદ થાય તે માટે એક કાર્યક્રમ કર્યો હતો બાદમાં જે પોલીસકર્મચારીઓના પરિવાર તકલીફમાં હોય તેમને નોકરી અપાવવી તથા ભણવામાં મદદ થાય તે માટે આર્થિક સહાયથી લઇ ભણવાના ખર્ચની વ્યવસ્થા થાય તે કરાવ્યું હતુ.

પોલીસ હોસ્પિટલમાં અમુક અધ્યતન સાધનો નથી
શાહિબાગ સ્થિત આવેલી પોલીસ હોસ્પિટલમાં તાજેતરમાં જ પોલીસ કમિશનર દ્વારા ફરી શરુ કરવામાં આવી હતી તેવામાં પોલીસની મહિલા કર્મીઓ અને અન્ય પોલીસકર્મીઓના પરિવારને હોસ્પિટલમાં અધ્યતન સાધનો ન હોવાથી બહાર વધુ ખર્ચ કરવો પડતો હતો. તેના સંદર્ભમાં પોલીસ કમિશનરે તે અંગે અમુક ડોકટર સાથે વાતચીત પણ કરી હતી. દરમિયાનમાં પોલીસ હોસ્પિટલમાં અમુક અધ્યતન સાધનોની ચિંતાના કારણે પોલીસ કાર્ડ સાથે લઇ જાય તો ફ્રી સારવાર અને ચેકઅપ થાય તેવી વ્યવસ્થા જ ગોઠવી દીધી હતી.

Your email address will not be published.