અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ઇન્ટાસ ફાર્મામાં 3%  હિસ્સો હસ્તગત કરશે

| Updated: April 27, 2022 4:43 pm

અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA), ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સમાં $8.5 બિલિયન (રૂ. 65,000) ના મૂલ્યાંકન પર $250-$270 મિલિયન (રૂ.2,000 કરોડ)માં લગભગ 3 ટકા હિસ્સો હસ્તગત કરવા જઇ રહી છે. ભારતીય દવા ઉત્પાદકમાં લગભગ 10% હિસ્સો ધરાવતી ટેમાસેક હોલ્ડિંગ પાસેથી 3% હિસ્સો ખરીદશે. 

1977માં હસમુખ ચુડગર દ્વારા સ્થાપિત ઇન્ટાસનું સંચાલન હાલમાં ચુડગર પરિવારની બીજી પેઢી બિનિશ ચુડગર, નિમિશ ચુડગર અને ઉર્મિશ ચુડગર દ્વારા કરવામાં આવે છે. વિશ્વભરમાં 16 ઉત્પાદન સુવિધાઓ દ્વારા સમર્થિત 85 દેશોમાં આ કંપની કામગીરી કરે છે. ઇન્ટાસ પાસે 7,000 થી વધુ એક્ઝિક્યુટિવ્સનું ફીલ્ડ ફોર્સ છે જે સમગ્ર દેશમાં 500,000 થી વધુ ડોકટરોને આવરી લે છે.

ઇન્ટાસના પ્રમોટર્સ, ચુડગર પરિવાર હાલમાં કંપનીમાં 84% હિસ્સો ધરાવે છે, જ્યારે હોમગ્રોન પીઇ  ફંડ ક્રાઈસકેપિટલ 6% ધરાવે છે. એડીઆઈએ (ADIA), $800 બિલિયનની અસ્કયામતો અન્ડર મેનેજમેન્ટ સાથે, ભારતમાં વ્યાપક એક્સપોઝર ધરાવે છે. તેના મુખ્ય રોકાણોમાં ફ્લિપકાર્ટ, રિલાયન્સ રિટેલ, માઇન્ડસ્પેસ REIT, એચડીએફસી  કેપિટલ, એમફેસિસ, પેટીએમ , નાયકા  અને મોબિક્વિકનો સમાવેશ થાય છે. 2018 થી, એડીઆઈએ એ ભારતમાં $3 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. 

2014માં, ટેમાસેકે હાલના રોકાણકાર ક્રાઈસકેપિટલ પાસેથી $1.6 બિલિયનના મૂલ્યાંકનમાં ઈન્ટાસમાં 10.13% હિસ્સો હસ્તગત કર્યો હતો. ક્રાઈસકેપ એ બે તબક્કામાં ₹350 કરોડમાં ઇન્ટાસનો 16.14% હિસ્સો હસ્તગત કર્યો હતો (2005માં ₹50 કરોડમાં 12% હિસ્સો ખરીદ્યો હતો). 2017 માં, ક્રાઈસકેપ એ કેપિટલ ઇન્ટરનેશનલને $3.5 બિલિયનના મૂલ્યાંકન પર 3.01% હિસ્સો વેચ્યો હતો. ક્રાઈસકેપ જે મે 2020 માં $4.25-બિલિયન મૂલ્યાંકન પર હિસ્સો પાછો ખરીદ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં એમ-ટેક એન્જીનિયર પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

ઇન્ટાસ ફાર્મા એ સાતમી સૌથી મોટી સ્થાનિક ફોર્મ્યુલેશન કંપની છે, જે સ્થાનિક રીતે તેના ટર્નઓવરનો લગભગ 30% યુકે અને યુરોપિયન બજારોમાંથી લગભગ 40% અને બાકીનો યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય બજારોમાંથી જનરેટ કરે છે.

Your email address will not be published.