ઘડપણનો સ્વીકાર-અસ્વીકાર!

| Updated: June 3, 2022 5:07 pm

અનુપમ બુચ

હું એ દિવસ કદી નહીં ભૂલું જે દિવસ મારા એક લંગોટિયા મિત્રએ મને શહેરથી દૂર એક સ્કીમમાં ફ્લેટ નોંધાવ્યાની વધામણી આપી હતી. નોકરી માટે વતન છોડી નાના ગામડા અને નાના શહેરો ફરતાં ફરતાં હવે મોટા શહેરમાં ભાડાના ફ્લેટમાં રહેતા મિત્રની આંખમાં હુ ઘરના ઘરનો દસ્તાવેજ વાંચી રહ્યો. હજી તો ઘરના પાયા ખોદાવા પણ શરૂ થયા નહોતા ત્યારે એ સ્કીમમાં પોતાના ફ્લેટનું વર્ણન એણે એવું તો હૂબહૂ કર્યુ કે મને વાસ્તુ પ્રસંગે હોમાતા બીડાની ઘી મિશ્રિત ધ્રૂમ્રસેરની સુગંધ આવી.

મારુ પોતાનું ઘરના વિચારે એ જેટલો ખુશ હતો એટલો જ હું હતો, પણ જ્યારે એણે કહ્યું કે ત્રણ માળની સ્કીમમાં ટોપ ફ્લોર પસંદ કર્યો હતો એને લિફ્ટ નહોતી, ત્યારે મારા મનમાં કોણ જાણે કેટકેટલા પ્રશ્નો ઊઠ્યા તા. એણે આ ઉંમરે ટોપ ફલોર કેમ પસંદ કર્યો હશે, એ રોજ ત્રીસ પગથિયા ચડવા-ઊતરવાનું શુંય માંદગી આવી જાય ત્યારે શું. અશક્ત વડીલો આપણે ઘેર આવી શકે કે કેમ. વાસ્તવિકતા એ હતી કે ત્યારે અમારા બેમાંથી કોઈ ઘરડુ નહોતુ, પણ યુવાન તો નહોતું જ.

સાચું કહું તો એ દિવસ પહેલી વાર મને ઘડપણની મળેલી પરોક્ષ ચેતવણીથી હું ખાસ્સો ડરી ગયો તો.

અને સાહેબ, બહુ જલદી તો નહી, પણ આઠ દસ વર્ષે પછી ડરામણી સમસ્યાઓ સામે આવી ચૂકી. મારા મિત્રને હૃદયની બીમારીના કારણે પગથિયાની ચડ-ઉતર નડતી રહી. આખરે એમના વાનપ્રસ્થાશ્રમનો પડાવ અચાનક આવેલી આંધીમાં હતો ન હતો થઈ ગયો.

ઉંમર એટલે માત્ર આંકડાની રમત બોલવું સહેલું છે, પુરવાર કરવું સહેલું નથી. નથી ને નથી જ. હકીકત એ છે કે, ખાઓ, પીઓ ઔર જીઓના બેખબર વિધાનને સાચુ સમાધાન સમજી જીવવા માંગતા લોકો જાણે-અજાણે ઘડપણને અવગણવાની ભૂલ કરતાં હોય છે. આવતીકાલ કોણે જોઈ છે. એવો ભ્રમ યુવાની કે આધેડાવસ્થા સુધી સીમિત રહે ત્યાં સુધી ઠીક છે. સિત્તેર-એંશીના દાયકે પહોંચ્યા પછી વાસ્તવિકતાનો અસ્વીકાર કરવો ભટકેલા મનની નિશાની છે. બેશક, ઉંમર ઉંમરનું કામ કરે છે.

મને સતત લાગ્યા કર્યુ છે કે, માણસ ઉંમરથી ક્યારેય વૃદ્ધ થતો નથી, એક સગવડૃિયું આશ્વાસન માત્ર છે. ખરેખર ઘડપણને આગળ ઠેલતા રહેવામાં શાણપણ નથી. ઘડપણને હ્રાસ, ઇશ્વરનું અપમાન છે. ઘડપણ સામે ચાલીને માંગવાનું હોય. ઘડપણનો હસ્તે મોઢે સ્વીકાર કરવાનો હોય.

થોડા વર્ષે પૂર્વે મેં અમદાવાદની એક પોશ રેસ્ટોરમાં જોયેલા એક દ્રશ્યએ મને હચમચાવી મૂક્યો તો. અમારાથી થોડે દૂર એક વિશાળ ટબલ પર ખુશખુશાલ પરિવાર એક બાળકનો જન્મદિન ઉજવી રહ્યુ તુ. હું સ્તબ્થ થઈ ગયો તો જ્યારે મારી નજર એ પરિવારના વયસ્ક વડીલ પર પડી તી. એમની ઉંમર નેવું-બાણું હશે. એમના નાકમાં પાતળી પારદર્શક ટ્યુબ હતી. કદાચ થોડા સમય માટે ઓક્સિજન સિલિન્ડર ડિટેચ કર્યો હોય કે પછી કેથેડ્રલનો ઉપયોગ માટે હોય. જે હોય તે, એ બુઝુર્ગ માંડ બેસી શકતા તા. શરીર અક્કડ હતું અને આંખો નિસ્તેજ હતી. એ પરાણે હસી લેતા તા, પરાણે કંઇક મોઢામાં મૂકી લેતા તા. એકત તરફ મને વડીલ પ્રત્યે હમદર્દી હતી તો બીજી તરફ એને ફેમિલી સેલિબ્રેશન માટેડ સડી લાવનાર પરિવારના સભ્યોની દયા આવી તી.

તટસ્થ ભાવે, બે શક્યતાઓ હતી. એક દાદા વિના જન્મદિન ન ઉજવવાની ઉમદા ભાવના. બીજું, માતાપિતાએ બાળકને બર્થ ડે સેલિબ્રેટ કરવાનું પ્રોમિસ આપ્યું હોય. દાદા હોટેલમાં આવવા માટે સહમત કેમ થયા હશે, શું પરિવાર એમને અનિચ્છાએ ખેંચી લાવ્યો હશે. શું જન્મદિવસ ઉજવવાના અન્ય કોઈ વિકલ્પ વિચારાય જ નહી હોય. આ તરફ હું મારા જમવા તરફ ધ્યાન આપી નહોતો શકતો. કેમ

હસીખુશી યોગ્ય સમય અVે સંજોગની મર્યાદા હોય તે વધુ સારુ. નાકમાં ટ્યુબ સાથે ખુરશી ((વ્હીલચેર) પર અર્ધા નમી ગયેલા દાદાનો ચહેરો અને એમને ચિયરઅપ કરવાનો વ્યર્થ પ્રયત્ન કરતા પરિવારના સભ્યોની હસાહસીના અવાજો આજે પણ મગજમાંથી ખસવાનું નામ જ નથી લેતા.

ઘડપણ આવે તે પહેલા ઘડપણને સમજવું તો પડે. તો જ આપણને જીવનનો સંધ્યાકાળ સાચા અર્થમાં જીરવી શકીએ. ઘડપણ વીતાવવાનું નથી હોતુ. સન્માનપૂર્વક માણવાનું હોય છે. એટલે જ, હું સામે ચાલીને ખેલદિલીપૂર્વક સ્વીકારાયેલી હકારાત્મક વૃદ્ધાવસ્થાથી હમેશા પ્રભાવિત રહ્યો છું.

અહીં મને એક રસપર્દ ઘટનાનું સ્મરણ થઈ આવે છે. અમે દર વેકેશનમાં વતન જતાં અને જૂના ચહેરાઓ જોઈ, સગાસંબંધી અને પરિચિતોને મળી પાછા ફરતા. એક સવારે મારા ખાસ મિત્રના પિતાશ્રી મને રસ્તામાં મળી ગયા. એમને મને સામેથી બોલાવ્યો ન હોત તો હું તેમને ઓળખી જ શક્યો ન હોત .પેન્ટ કે સફારી પહેર્યા સિવાય ઘરની બહાર પગ ન મૂકતા મારા વડીલ સાદા ચંપલ, ધોતિયુ, ઝભ્ભો અને ગળામાં બહાર લટકતી મોટા મણકાની રુદ્રાક્ષની માળા ધારણ કરી મારી સામે ઊભા તા. એમનું સંતોષનું સ્મિત અને ચહેરાની ચમક જુદા જ હતા. આશ્ચર્યની ચાડી ફૂંકતી મારી આંખો જાણે પૂછતી તી. આ તમે જ છો. મારા ચહેરાના હાવબાવ જોઈ એ સમજી ગયા. હસતાં હસતા એટલું જ બોલ્યા, બહુ કામ કર્યુ, જવાબદારીઓ પૂરી થઈ. હું મંદિરે દર્શન કરી શાક-પાન લેવા જઇશ અને પછી વામકુક્ષી. હવે આ જ તો કરવાનું છે મારે. હવે જ ખરી મજા છે. હું એમને પગે લાગ્યો અને પછી ક્યાંય સુધી એક આદર્શ વૃદ્ધ સદગૃહસ્થને મનોમન વંદન કરતો રહો.

અઠાવનમાં વર્ષે નિવૃત્તિનો આવો આનંદ. હું આજે પણ આંખો ચોળુ છું. આ ઉંમરે સામે ચાલીને ગૃહસ્થાશ્રમના દ્વાર બંધ કરી માનભેર વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની એ ઘટના કોઈ બોધકથા સાંભળતા હોઈએ એવું જ લાગે. આ સત્ય ઘટનાનો અંત પણ એટલો જ રસપ્રદ અને સુખદ હતો. મારા પિતાતુલ્ય વડીલ વાનપ્રસ્થાશ્રમમાં અણિશુદ્ધ, સ્વાસ્થયપ્રદ અને પારિવારિક જીવન વીતાવી, કશુંયે અધૂરુ છોડ્યા વિના, સ્વર્ગાશ્રમ પામ્યા. હું ગર્વથી કહીશ કે હું ગર્વથી કહીશ કે એમણે સાપ કાંચળી ઉતારે તેમ દુનિયાદારી છોડી, મનથી ઘડપણ સ્વીકાર્યુ, જી, તેઓ હકારાત્મક વૃદ્ધાવસ્થા જીવી ગયા.

હકારાત્મક વૃદ્ધાવસ્થાનો તાગ પામવા કે પછી ઘડપણ કેવું હોય, ઘડપણ કેવું હોવું જોઇએ એ સમજવા માટે આઆપે મારી સાથે મારા પિતાશ્રીના વાનપ્રસ્થાશ્રમની સફર ખેડવી રહી.

મારા માતાપિતાએ ઘણા વર્ષો પછી એમના વતનમાં સ્વમાનભેર અને સ્વતંત્ર રહીને વૃદ્ધાવસ્થા ઊજવી. મારા માતુશ્રીના નિધન પછી પિતાશ્રીની વૃદ્ધાવસ્થાના થોડાવ ર્ષો અમારી આંખ સામે વીત્યા છે. હું દાવા સાથે કહી શકીશ કે મારા પિતાશ્રી એક વૃદ્ધની આદર્શ વ્યાખ્યા હતા. તેઓ વયોવૃદ્ધ ન હતા. અલગારી વૃદ્ધ હતા. સામાન્ય વૃદ્ધ નહોતા. સમૃદ્ધ વૃદ્ધ હતા. જી, તેઓ મને અને તમને પ્રેરણા મળે એવું ઇચ્છિત ઘડપણ જીવી ગયા.

ઘડપણે એક અવસ્થા છે, પૂર્વયોજિત આશ્રમ વ્યવસ્થા છે. બાલ્યાવસ્થામાં ઊછળકૂદ હોય, તો યુવાવસ્થામમાં સાહસ અને રોમાંચ, આધેડાવસ્થામાં કાર્યભાર અને કુટુંબભાર અને વૃદ્ધાવસ્થામાં સ્થિતપ્રજ્ઞતા. સિત્તેરમાં વર્ષે આંબલીના ઝાડ પર ચડી શકાય પણ ચડવું ન જોઈએ. વીસમા વર્ષે મધરાતે પિત્ઝા ખાવાની તલપ ઊપડે તે સમજી શકાય, પણ સીત્તેરમાં વર્ષે સ્વાદના રાક્ષસી ધખારા ન હોય. વળી વૃદ્ધાવસ્થા મુગ્ધાવસ્થા તો નથી જ. છાસઠમાં વર્ષે બસની પાછળ જરૂર દોડી શકાય, પણ દોડવું ન જોઈે. પચ્ચીમાં વર્ષે નહી, એંશીમાેં વર્ષે ટીલાંટપકા કે પુર્નજન્મની વાતો કરવી વાજબી ગણાય.

મારે કહેવું છે કે, મારા પિતાશ્રીએ આશરે બાસઠ-પાસઠ વર્ષની ઉંમરે ઘડપણને સહર્ષ સ્વીકારી લીધું. ગઝલના એક શેર પર ફિદા થવા માટે નહી, પરંતુ એ મનથી જ સમજી ગયા કે (ઘડપણનું ઘર મારું આવી ગયું છે. કોઈ અંગત મજબૂરીથી નહી કે નહી વિરક્તિની દાંડી પીટવા, એમણે ઘડપણની સ્થિતપ્રજ્ઞતાને સમયસર સ્વીકારી લીધી.

ખરેખર, એમને માટે વાનપ્રસ્થાશ્રમનો સમયગાળો જીવતા જગતિયુ જેવું ઇચ્છિત ઉજવણું હતું. એમને મને વૃદ્ધાવસ્થા હક્કનો પડાવ હતો, જે એ છેલ્લે સુધી માણતા રહ્યા. આ પડાવમાં કોઈ હાયવોય નથી હોતી, ગંભીર જવાબદારીઓ નથી હોતી, માનસિક કે આર્થિક તણાવ નથી હોતા, હાય, હું રહી ગયોનો અફસોસ નથી હોતો. અને જો આવું કંઈ થઈ શકે તેમ ન હોય તો એ હકારાત્મક વૃદ્ધાવસ્થા નથી જ.

ખોટું શું બોલવું. મારા પિતાશ્રીના એક વલણ માટે હું હંમેશા નિરુત્તર રહ્યો છું. મારા પિતાજી અન્યની હાજરીમાં પોતાની વૃદ્ધાવસ્થાનો ક્યારેય એકરાર કરતા નહી કે ઘડપણથી આવેલા બંધનોના રોદણા પણ રોતા નહી, એમની વાતમાં વારંવાર આવી જતું કે પોતે સતેજ હતા, સ્વસ્થ હતા, સંતુષ્ટ હતા અને ઘડિયાળના કાંટે જીવતા. જી. ઘડિયાળના કાંટે, સમયના આયોજન અને પાલનના એમના આગ્રહને તમે જીદ પણ કહી શકો.

સાચુ, મારા પિતાશ્રીને કદાચ અન્યને ઇર્ષા આવે એવા પોતાની શારીરિક અને માનસિક તંદુરસ્તીનું અવ્યકત ગુમાન હતુ, પરંતુ પોતે વૃદ્ધ હોવાનો સીધો સમયસર અને વિનયપૂર્વક સ્વીકાર પણ કર્યો. એક પછી એક સીમિત થતી જતી એમની જરૂરિયાતો, માંગણીઓ, શિખામઓ અને એમના વર્તન અને વહેવારમાંઆ વલણ સ્પષ્ટ તરી આવતું. આમન, તેઓ ધીમે ધીમે ઇચ્છાઓ સંકોરતા ગયા. ધીમે ધીમે પાનનું વ્યસન છોડવું, બહાર ફરવા જવાનો શોખ ઓછો કરવો, નવું જોવા-જાણવાની જિજ્ઞાસા પર નિયંત્રણ રાખવું, લોકોને હળવા-મળવાનું ઓછું કરવું વિગેરે એનો સહજ સ્વભાવ બની ગયો. એક તરફ એસ્ફ એસ્ટિમ (સ્વાભિમાન) જાળવવું તો બીજી તરફ સેલ્ફ એક્ઝાઇલ (સ્વયંને સમર્પિત) થતાં જવું કોઈ નાની સૂની વાત નથી. સફળ વૃદ્ધાવસ્થાનો આ સૌથી મોટો સદગુણ છે.

વૃદ્ધાવસ્થામાં સૌથી મોટો પડકાર એટલે સ્વાદ માટે સળવળતી જીભને લગામ મારવી. મારા પિતાજી વૃદ્ધાવસ્થાના ઘણા વર્ષો એક જ ટંક ભોજન કરતા. તેઓ અસલી અને એકસરખા સ્વાદના આગ્રહી ખરા. કોઈ જ કચકચ કર્યા વિના પોતાને ભાવતો ખોર અને તે પણ માપસર લેતા. અમારી સાથે રેસ્ટોરમાં જમવા આવવાનું હંમેશા ટાળતા. ઘણી વાર અમે પાર્ટી , ક્લબ કે રિસેપ્શન કે રેસ્ટોરમાંથી મોડા આવીએ ત્યારે એમણે ચા સાથે ચાર થેપલા ખાઇ લીધા હોય અને પોતાના નરિ્ધારિત સમય પ્રમાણે એમના રૂમની લાઇટ બંધ થઈ ગઈ હોય. એ ન અમને પૂછે, તમે ક્યાં જમ્યા, શું જમ્યા કે ન અમારે કશું કહેવાનું હોય. અમારી વાતોમાં ક્યારેય વિવિધ વાનગીઓ કે જમવા-ખાવાનો ઉલ્લેખ જ ન થાય. મંદિરના ઓટલે બેસી મિષ્ટાન્નની ચરચા કરતા વૃદ્ધોને આપણે ક્યાં નથી સાંભળ્યા. અંગત પરિવારના લગ્ન અVે અન્ય શુભ પ્રસંગે હાજરી આપવી એમને ખૂબ ગમતી. પણ થાળી હાથમાં લેવાનું નામ લહી. હા, ક્યારેક જ એ જરૂર પૂરતુ જમી લેતા. જ્ઞાતિ આયોજિત જમણવારો, ઔપચારિક કાર્યક્રમો અને સમારંભોનો સંપૂર્ણ નકાર તો એમનો ઘડપણનો પાક્કો વહેવાર હતો.

મેં અનુભવ્યું છે કે, વૃદ્ધાવસ્થામાં તમારી સાથે કોઈ વાતો કરનાર ન હોય તો હતાશા આવે. ઘેર મળવા આવેલા સગાસંબંધી કે જૂના મિત્રો સાથે ડકાકા મારવા અને નિર્દોષ પંચાત કરવી મારા પિતાશ્રીનું મનોરંજન વિશ્વ હતુ. કોઈ એમની સાથે એને ગમતી વાતો કરે તો એ ખીલતા, એમ જ કહો ને કે એમનું ઘડપણ ખીલતુ. પછી તો એમા પણ ઓટ આવી ગઈ. તેઓ વાતો કરતા થાકે કે અણગમતા બકવાસથી કંટાળે ત્યારે અચાનક ઊભા થઈ પોતાના રૂમમાં જતા રહેતા. આખરે એમને એકલા પડવું વધું ગમતું.

મને આશ્ચર્ય થતું કે વૃદ્ધાવસ્થા દરમિયાન પિતાશ્રી ધાર્મિક ગતિવિધિથી વધુને વધૂ દૂર થતા જતા તા. તેઓ સવારના પૂજાપાઢનો સમયગાળ ઘટાડતા ગયા. રોજ દોઢ કલાક ઘરમંદિરમાં પૂજા કરતા. પિતાજી ધૂપ-દીપ અને ફક્ત અગરબત્તી જ કરતા. રોજ સાંજે ઘરથી દૂર એક નિયત મંદિરના પરિસરમાં હમઉમ્ર સાથે સત્સંગ કરવા તેઓ અચૂક પહોંચી જતા પણ ત્યાં રોજ નિજમંદિરના દર્શન કરવા જ એવું નહી. કદાચ એમને મને મંદિરનું સાન્નિન્ધ્ય અને ત્યાંનું પવિત્ર વાતાવરણ પૂરતા હતા.

વૃદ્ધાવસ્થાની એક મોટી નબળાઈ છે. વાતવાતમાં માથુ મારવુ, ખરેખર તો વૃદ્ધાવસ્થા એટલે બિનજરૂરી વિવાદો અને સમસ્યાઓમાંથી મુક્તિ. મારા પિતાશ્રીએ પારાવિરાક સંબંધોમાં ઊભા થતાં પ્રશ્નોમાં રસ લેવાનું ઘણું જ ઓછું કરી નાખ્યુ. સામાજિક સમસ્યાઓ અને રાજકીય મતમતાંતરોની ઉગ્ર ચર્ચામાં પડવાનું પણ બંધ કર્યુ. ઘરમાં ચાલતી સામાન્ય વાતોમાં ઝુકાવવા માટે ગમે ત્યાંથી પ્રગટ થતાં વૃદ્ધો હોય જ છે ને. પબ્લિક ગાર્ડનમાં એંશી-પંચ્યાસી વર્ષના વયસ્કોને હું મોં-માથા વિનાની ઉગ્ર ચર્ચામાં લોહી-ઉકાળો કરતાં જોઉં છું ત્યારે મને મારા પિતાશ્રીનો પ્રસન્ન ચહેરો યાદ આવ્યા વિના નથી રહેતો.

વૃદ્ધાવસ્થા એટલે જાત સાચવવાની અવસ્થા. મારા પિતાશ્રી ચોર્યાશી વર્ષના થયા ત્યાં સુધી એને ઠેસ પણ વાગી હોય એવું ને યાદ નથી. અમુક ઉંમરે જાત સાચવાની સમજણને કારણે જ એમને ઘડપણમાં નાની સરખી આક્સમિત ઉપાધિ પણ નહોતી આવી. ખૂબ સાચવીને ચડ-ઉતર કરતા અને ખૂબ સાચવીને ચાલતા. તેઓ ઝડપથી ચાલી શકતા અને કોઈ આધાર લીધા વિના એ ટટ્ટાર ઊભા રહી શકતા , છતાં લાકડી લઇને જ બહાર નીકળવાનું પસંદ કરતા. એમણે રોજ સાંજે ચાલવા જવાનો નિયમ જાળવી રાખ્યો તો ખરો, પણ ચાલવાનું અંતર ધીમે-ધીમે ઘડાટતા જતા. છેલ્લે કદાચ ટ્રાફિકમાં અથડાઇ જવાની બીકે ઘરના ઓટલે કે નજીકના ગાર્ડમાં બેસવાનું પસંદ કરતા.

વૃદ્ધાવસ્થાની સ્વાભાવિક શારીરિક ક્ષમતા તરફ દુર્લક્ષ્ય સેવી થતાં દુસાહસોમાંના કેટલાક ઉદાહરણો ટાંકવા. સચિવાલયના એક નિવૃત્ત અધિકારીને રોજ કોઈ બહાનું શોધી બહાર નીકળવાની ટેવ હતી. એમને પોતે વયસ્ક હોવાના સત્યનો સ્વીકાર નહોતો કરવો. એક દિવસ બપોરે સૂસામ રસ્તો ક્રોસ કરી ટપાલ પોસ્ટ કરવા જતા બસ સાથે અથડાયા અને ઇશ્વરના દરબારમાં પહોંચી ગયા.

ઘડપણ એતલે આર્થિક વહેવારો અVે નાણાકીય આંટીઘૂંટીમાંથી ધીમે ધીમે ખસતા જવાનો યોગ્ય સમય. કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ અને કારોબારના સંદર્ભમાં સ્વેચ્છાએ બારોબાર રહેવું આવશ્યક છે. હૃદયસ્થ કવિ મનોજ ખંડેરિયાની મીઠિ ફરિયાદ હતી કે ઇશ્વરે એમનો સઘળો કારોબાર એમના હાથમાંથી આંચકી લીધો તો અને એમને બારોબાર રાખ્યા તા. મારા ફિતાશ્રીએ તમામ નાણાકીય અને સામજાકિ કારોબાર સામે ચાલીને ઇશ્વરના હાથમાં, આઇ મની, નવી પેઢીને સોંપી દીધો. હવે તમે જાણો અને તમારી વાત જાણે, હું છુટ્ટો, એવું એમનું સ્પષ્ટ વલણ, કેવી બંધનમુક્ત વૃદ્ધાવસ્થા.

મારો એક અંગત વિધુર મિત્ર બેએક વર્ષ પહેલા મોટી માંદગી સામે જંગ જીતી ગયો. ટૂંક સમયમાં એક સામાજિક પ્રસંગે એકઠી થયેલી બહેનો અને પોતાની એકની એક દીકરીને એમના હક્કની તમામ ચીજવસ્તુઓ સુપ્રદ કરી લીધી. ઉપરાંત, જંગમ મિલકતની વ્યવ્સથા કરી પોતે હસતે મોઢે હળવા થઈ ગયા. એક જ વર્ષમાં એ કોરોના સામે જંગ હારી ગયા. એમ જ કહો કે એમનું ઘડપણ જીતી ગયું.

હવે કશું તમારું છે જ નહી એવી સભાનતા એટલે સમૃદ્ધ વૃદ્ધાવસ્થા. ગૃહસ્થાશ્રમ સુધી ઉલ્લેખનીય સ્થાવર-જંગમ મિલકતોના માલિક, મારા પિતાશ્રીના ગયા પછી એમના પલંગ નીચેથી કાઢેલી ચામડાની એક નાની હાર્ડ બેગમાંથી થોડા કપડા, થોડા રૂપિયા, થોડા કાગળો અને થોડી દવાઓ નીકળ્યા. નહોતા એમા સર્ટિફિકેટ, ચાવીઓ, ચેકબૂક કે પાસબુક કે નહોતા સાચવ્યા મહત્વના કોઈ દસ્તાવેજ.

વૃદ્ધાવસ્થા એટલે પોતાની જાત સાથે વાત કરવાનો સુવર્ણસમય. આ વાત કોઈ મોટિવેટરે કે કોઈ ધર્મગારુએ મારા મગજમાં નથી ઠસાવી. હું સાક્ષીક્ષાવે કહી શકું કે, મારા પિતાજી જાગૃતાવસ્થામાં પોતાની જાત સાથે કલાકો સુધી વાત કરતા, મીંચેલી આંખોએ સ્ગત વાતો કરતા રહેતા, એ એકલતા નહી, અકળ મૌન હતુ. લાચારી નહી, મનવમાં ઘૂંટાતી પીડા હોી શકે, કદાચ તંદ્રાવસ્થામાં વિવિધ ભારતી પર આવતું મૈયા મારો માનવો હુઓ બૈરાગી પડઘાતું હોય, કોણ જાણી શક્યું છે એક વૃદ્ધના અંતરમનની વાતો.

જુઓ ને, ચાર-પાંચ દિવસ પહેલાં જ સ્વેચ્છાએ વૃદ્ધાવસ્થમાં રહેતા મારા એક બાળપણના મિત્રનો મારા મોબાઇલ પર એક મેસેજ આવ્યો, મજા નથી આવતી. અહીં બધા વૃદ્ધો જ છે. કોની સાથે કેટલી વાત કરુ, મારો જીવ બળ્યો અને હમદર્દી પણ થઈ. મેં એટલું જ લખ્યું જૂના સંસ્મરણો વાગોળ અેન તારી જાત સાથે વાત કરતાં શીખ.

વૃદ્ધાવસ્થા એટલે શ્રવણેન્દ્રિયની સમસ્યાઓનો ભારો. મોટેથી બોલવું પડે કે બે વાર બોલવું પડે એવી ફરિયાદ અને બંને પક્ષે અણગમો રહેતો હોય. સામાન્ય રીતે લગભગ દરેક ઘરમાં કાનના મશીનની પણ ચર્ચા થતી હોય વૃદ્ધો ટીવીનો અવાજ મોટા રાખવા માટે મજબૂર હોય છે અથવા એમનો હઠાગ્રહ હોય. પરિણામે, ઘરના અન્ય સભ્યો અને પડોશીઓ માટે આ ઘોંઘાટ અસહ્ય બનતો હોય. મારા એક ખાસ મિત્રના પિતાશ્રીને જીવનના છેલ્લા શ્વાસ સુધી ટીવીનું વળગણ હતુ. એમના કાન લગભ ગયા તા છતાં એમને ખોડખાંપણનો સ્વીકાર નહોતો કરવો અને મશીન પહેરવામાં કદાચ નાનપ લાગતી હશે. રોજ ટીવી સામે બેસ જ જવાનું અને અવાજ ચાર ગણો મોટો જોઈએ. એક વખત મહાભારત સિરિયલમાં શ્રીકૃષ્ણનો કોઈ મહત્વનો સંવાદ ચાલતો તો એમણે ટીવીનું વોલ્યુમ વધારવાનો હુકમ કર્યો, ઘરના અન્ય  સભ્યો વચ્ચે ગણગણાટ થયો. હા-ના થઈ. પત્યુ આપણા વડીલ રિસાયા અને ડ્રોઇંગ-રૂમ છોડી ડેલીએ જઈ બેસી ગયા. સાહેબ, ઘરમાં એક અઠવાડિયું વાતાવરણ તંગ રહ્યુ.

મારા પિતાશ્રી ભૂલથી પણ પોતાની બહેરાશની વાતને ક્યારેય કાઢતા નહી, પણ કદાચ આ મર્યાદાથી સભાન હતા. એમણે સમજીને ડ્રોઇંગ-રૂમમાંથી સમયસર ખસી જવુ પસંદ કર્યુ એમ કહો તો ચાલે. એમણે સ્વેચ્છાએ ટીવી સામે બેસવાનું પાછલા વર્ષોમાં બંધ જ કરી દીધુ. છેલ્લા એમના માટે રેડિયો એકમાત્ર મનોરંજનનું સાધન રહ્યુ. સવાર-સાંજ-મોડી રાત રેડિયો એમના કાન પાસે જ હોય. એ દેશ-વિદેશના સમાચાર અને મુંબઈ વિવિધભારતી પર ગીતો સાંભળી સંતુષ્ટ રહેતા. અશાંતિથી દૂર.

મારા પિતાશ્રીએ ટીવી જોવાનું બંધ કર્યુ અને વાંચન વધાર્યુ. હલકુફૂલકું વાંચન હો. ભારેખમ સાહિત્ય અને ધાર્મિક પુસ્તકો એમને ગમતા જ નહી. આધ્યાત્મિક વાચનના પ્રચાર અને પ્રસાર માટે તેઓ ઘણી વાર હળવો કટાક્ષ પણ કરતા.

સહજ મૃત્યુ, સમૃદદ્ધ વૃદ્Bાવસ્થાનું અલભ્ય વરદાન છે, નખમા રોગ ન હોય, માનસિક તણાવ ન હોય, ભાગ્યે જ દવાખાનાના પગથિયા ચડવા પડ્યા હોય, દુન્યવી બંધનની હાયવોય ન હોય, એમને ઇશ્વરના દરબારનું તેડું સમયસર આવે. એક સમી સાંજે અમારા ઘર નીચેના ગાર્ડની બેન્ચ પર મારા પિતાશ્રઙીએ અન્ય વયસ્કોની સાક્ષીએ અચાનક પોતાના ખભા પર માથું ઢાળી દીધુ. ઘણા અમને કહેતા કે બાપુજી જેવું મૃત્યુ ભાગ્યે જ મળે, ત્યરારે હું મનોમન એ વાક્ય સુધારતો કે બાપુજી જેવી હકારાત્મક વૃદ્ધાવસ્થા ભાગ્યે જ મળે.

મારા પિતાજીનું ઘડપણ મોક્ષાવસ્થા હતી અને એક વધુ મોક્ષના તેઓ માલિક હતા. હવે હું ખુદ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશી ચૂક્યો છું. ધીમે ધીમે સામાન સંકેલવાનો મારો સમય આવી ગયો હોવા છતાં હું નવા પથારા પાથરતો રહું છું. ધીમે-ધીમે મુક્ત થવાના બદલે હું વધુને વધુ બંધાતો જાઉં છું. ફસાતો જાઉં છું. મારા પિતાશ્રીની જેમ હકારાત્મક વૃદ્ધાવસ્થાને હું હાથ પ્રસારી આવકારી શક્યો નથી.

ઉંમરની નડતી મર્યાદાથી હું સભાન છું છતાં હું કંઇને કંઇ કરતા રહેવા ઝંખુ છું. મારા પિતાશ્રીના પગલે મારે જીવ્યા કરતાં જોયું ભલું નહી, જોયા કરતાં જીવવું ભલું એવી વિચારધારા અપનાવવી જોઈે. પણ ના, મારા મનને તો ચોમેર ભટકતા રહેવું છે. એક પછી એક ઇન્દ્રિયો મને ચેતવતી હોય છે કે હમણા હું તો ચાલી છતાં, હું ઘડપણ સ્વીકારતા અચકાઉં છું.

હું તે કેવો વૃદ્ધ છું. હું હિલ સ્ટેશનો, બીચ, રિસોરટ્્સ અને ક્રુઝના લિસ્ટ ચેક કરતો રહું છું. હું ઓટોમેટિક કારના નવા મોડેલન્સા બ્રોશર્સ ફેંદતો હોઉં છું. હું પરિવાર સાથે અથવાડિયામાં ેક-કે બે વખત નવી રેસ્ટોરા કે ઇટિંગ જોિન્ટ્ની મુલાકાત લેવા તલપાપડ હોઉં છું. જાહેર કાર્યક્રમો, સંગીત સમારંભો અVે ક્લબમાં જઈ બેસવાની લાલસા હું રોકી શકતો નથી. શોપિંગ કરવાની ઘેલછાનો હું શિકાર છું. કંઇક નવું જોઉં ત્યારે મને જે જૂનું હોય એ વધું જૂનું લાગે છે, જૂનું સારુ હોવા છતાં નકામુ લાગે છે. મને શંકા છે કે એક દિવસ એવો આવશે જ કે હું વોકર લઈને પણ મોલમાં ફરતો હોઈશ.

 મારામાં બહુ ખાધું, બહુ પીધું, બહુ જોયું. બહુ ફર્યા આવી સભાનતા ક્યારેય આવશે જ નહી. મને મારો દીકરો સપનામાં પણ કહે કે ચાલો પપ્પા આપણે ઓપેરા હાઉસનું ફાયર વર્ક્સ જોવા જવું છે ત્યારે હું સફાળો બેઠો થઈ જાઉં, વિડીયો કેમેરા લઈ ઝડપથી કારની ફ્રન્ટ સીટમાં ગોઠવાઈ જાઉં અને રાત્રે એક વાગે ડાઉનટાઉનમાં કોન આઇસક્રીમ પણ ખાઉ. મારી જગ્યાએ મારા પિતાશ્રી હોય તો ધીમેથી બોલ્યા હોય, ના તમે લોકો જઈ આવો. અને એમણે આર્મચેર ઢાળી બેકયાર્ડમાં લંબાવ્યું હોય.

યુવાનો વચ્ચે ખાણીપીણી કે ઊછળકૂદ કરતાં વયસ્કોના મનમાં ક્યાંક સંકોચ તો થતો જ હોય કે શું હું બધા વચ્ચે બંધ બેસું છું. અન્ય વયસ્કોની મને ખબર નથી, પણ હું આવો ક્ષોભ અનુભવતો હોઉં છું. પ્રવૃત્તિ વિના કંટાળો આવે છે એવા બપહાના નીચે મને અતિ વ્યસ્ત રહેવાનું શૂરાતન ચડે છે. તમે ફટિ છો, તમે એક્ટિવ છો, તમને ઉંમર દેખાતી નથી, આવાં આવા ખુશામતિયા વિધાનો સાંભળી હું ભોળવાઈ જાઉં છું ત્યારે ભૂલી જાઉં છું કે મારી વૃદ્ધાવસ્થાના હક્કનો ખરો આનંદ ગુમાવી રહ્યો છું.

એક સમી સાંજેપાળી પર ઉછળકૂદ કરતી ખિસકોલી તરફ મારી દ્રષ્ટિ સ્થિર થાય. એ ખુશ છે. પણ સ્થિપ્રજ્ઞ નથી. એને ભફાગતદા રહેવું છે, દોડતા રહેવું છે. મારી જેમ.

પંચેન્દ્રિયો પર કાબૂ રાખવો સહેલો તો નથી જ. વાનપ્રસ્થાશ્રમમાં વિરાર કરતાં કરતાં હું બાપ તેવા બેટા કહેવત ખોટી પાડતો હોઉં છું. વધુને વધુ વૃદ્ધ થતાં જતાં એવો સમય આવશે કે હું સ્વેચ્છાએ નહી, પણ થાકીને મારા પિતાજી જેવું હકારાત્મક ઘડપણ સ્વીકારવા મજબૂર થાઉ, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હશે.

બીજું શું. પાકટ ઉંમરે માનસિક, આર્થિક અVે પારિવારિક સમસ્યાના ધાડાં મારો પીછો કરતાં રહે છે. મારી દીકી કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે હું ફોનમાં વધુ વ્યસ્ત રહેતો હોઉં છું. ચેકબૂક, ઓનલાઇન ટ્રાન્ઝેકશન્સ, ઇન્સ્યોરન્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટેક્સ જેવા લફરા મને વ્યથિત કરી મૂકે છે. આખરે કેમ, ક્યાં સુધી એવા સ્વગત પૂછેલા સવાલોના મારી પાીસે સ્વગત ઉત્તરો પણ તૈયાર હોય છે, પણ સાવ પાંગળા.

પૂરતા મેડિક્લેઇમ લીધા ન હોવાના ભયમાં હું ઝૂલા પર એક પગ ચડાવી, આંકડા પર વાંસો ટેકવી, મસ્તીમાં ઝૂલવાનો, જીવવાનો આનંદ નથી લઈ શકતો. કોઈને બોજારૂપ બનવાનો ડર મને અંદરથી કોરી ખાતો હોય છે. હું ઉંમરના કારણે પડતી હાલાકી અને તકલીફો તરફ આંખ આડા કાન કરતો રહું છું. હું તો કમ્પ્લીટ બોડી પ્રોફાઇલ કરાવી લઉં છું અને બધા રિપોર્ટ નોર્મલ આવે છે એવો પ્રચાર કરવો મને ગમે છે. આમ, હું જાતને છેતરતો રહું છું.

હું ભીત તરફ કે છત ભણી મીટ માંડી પડ્યો હોઉં ત્યારે વિચારોમાં ખોવાઈ જાઉં છું. મારી મિલકતનું યોગ્ય સંચાલન થશે કે નહી. હું ચેકબૂક કે અગત્યના દસ્તાવેજમાં એકસરખી સહી નહી કરી શકું ત્યારે શું. મારા મહત્વના પાસવર્ડ્સ કોઇને આપું કે નહી. આપું તો કોને ક્યારે આપુ શું મારે મારા આઇ-ફોન અને લેપટોપના પાસકોડ કોઈને આપવા ન જોઈએ. હું મારું વિલ બનાવું કે બનાવું. બનાવું તો ક્યારે બનાવું. હું આવા પ્રશ્નો ભૂલી જવાનો ઢોંગ પણ કરું છું.

હું ચેતી ગયો હોવા છતાં પણ ણગમચેતી વાપરવામાં મારામાં કાં આવડત નથી અને કાં હિંમત નથી. આ બધી ચિંતાઓ તીવ્ર હોય છે, પણ હું તરત જ પાછો આહાહા અને વાહવાહમાં ભળી જાઉ છું. અર્ધી સફરે પહોંચેલી મારી વૃદ્ધાવસ્થાની દુવિધાઓ અને નબલી મનઃ સ્થિતિ માટે હું જ જવાબદાર છું.

એક કોકડી પર વીંટેલા દોરા જરૂર કરતાં વધારે ખેંચતા જ જઇએ પછી પડેલી ગૂંચ ઉકેલવી અઘરી જ પડે છે. ગૂંચ પડાતા રહો અને ગૂંચ ઉકેલતા રહો એટલી નિષ્ફળ વૃદ્ધાવસ્થા.

સફળ અને સમૃદ્ધ વૃદ્ધાવસ્થા એટલે શું એ જાણતો હોવા છતાં હકારાત્કમ ઘડપણ મારી સામે જ વીતતું જોયું હોવા છતાં ઘડપણના અસ્વીકારની મારી મજબપૂરી હું આજ દિવસ સુધી સમજી શક્યો નથી.

હું નિઃશબ્દ છું. મારું ઘડપણનું વળગણ જો આવું છે તો મારા સંતાનનું કેવું હશે. એ નેવ્યાશી વર્ષે કોઈ અજાણ્યા દેશના એરપોર્ટના કન્વેયર બેલ્ટ પાસે લાકડીના ટેકે ગ્લુકો મિટર, બ્લડ પ્રેશર, મોનિટર કેપ્સ્યુલ્સ અને ટેબ્લેટ્સવાળા બેગેજની રાહમાં ઊભું હશે.

વૃદ્ધ થવું અનિવાર્ય છે, પણ કેવા વૃદ્ધ હોવાનું આપણા હાથમાં હોય તો હું મારા પિતાશ્રી જેવું સમૃદ્ધ વૃદ્ધત્વ માંગું.

આ ક્ષણે મને મારા માતુશ્રીનો ટૂંકો વાનપ્રસ્થાશ્રમ યાદ આવે છે ખરો, પણ એ લખવા માટે મારી દ્રષ્ટિ ટૂંકી પડે તેમ છે. એકપુરુષ માટે એક વ્યસ્ક સ્ત્રીના મનોભાવોનું ઊંડાણ માપવું અશક્ય છે. એક સ્ત્રીની પૂર્ણ કે અપૂર્ણ ઇચ્છાઓ, સંઘર્ષો અને હાર-જીતની ચાલ એક સ્ત્રી જ સમજી શકે. સાહેબ, હું દદીકરી થઈને મારી માવડીની કુખે પુર્નજન્મ લઈ એમના વાનપ્રસ્થાશ્રમમાં વિહાર કરીશ, હા ત્યારે હું એમના ઘડપણમાં સંઘરાયેલી અવય્ક્ત વેદનાઓ અને સંવેદનાઓના આછા, ઘાટા, ઘેરા, તેજસ્વી રંગોમાં એક ચિત્ર ઉપસાવીશ. એમના ઘડપણનું એ તૈલચિત્ર અમર મોનાલીસાના તૈલચિત્રથી કમ નહી હોય.

Your email address will not be published.