વૈજ્ઞાનિકો પ્રમાણે તમારી શ્રેષ્ઠ ક્ષમતાથી કામ કરવા સક્ષમ બનાવે છે આ ફોર્મ્યુલા

| Updated: April 30, 2022 5:40 pm

કેટલીકવાર, તમને એવું લાગે છે કે તમે સામાન્ય કરતાં વધુ સારી રીતે કામ કરી રહ્યા છો.બીજા શબ્દોમાં કહીએ તો તમે તેમાં ડુબી જાવ છો. આ એવી માનસિક સ્થિતિ જે તમને તમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ કામ કરવા સક્ષમ બનાવે છે. તમારે ખાસ વિચારવું પડતું નથી અને તમે જાણે કે એક પ્રવાહમાં છો પછી ભલે તે ઓફિસમાં મોડેથી કામ કરવાનું હોય કે જીમમાં વર્કઆઉટ કરવાનું હોય.

હવે વૈજ્ઞાનિકોએ એક મેથેમેટિકલ ફોર્મ્યુલા રજુ કરી છે જે આ પ્રવાહની આ સ્થિતિને દર્શાવે છે જેને મશીનોમાં કૃત્રિમ બુદ્ધિ(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના વિકાસથી લઈને માનવી માટે વ્યક્તિગત કોચિંગ સુધીની દરેક બાબતમાં લાગુ કરી શકાય છે.

તેને સમજવા માટે અહીં એક ઉદાહરણ છે. માની લો કે તમારું ધ્યેય વજન ઉતારવાનું છે, અને તમે  જોગિંગથી તે કરવા માગો છો. અહીં પારસ્પરિક માહિતી તમે કેટલી વાર જોગિંગ કરો છો અને તમે કેટલા દૂર દોડો છો તેની સાથે સંબંધ ધરાવે છે.તે તમારા ધ્યેયને કેવી રીતે અસર કરશે તે વિશે તમારી પાસે વધુ માહિતી હોય- આ કિસ્સામાં જોગિંગથી કેટલું વજન ઉતરશે તે વિશે તમારી પાસે વધારે જાણકારી હોય તો તમે તેમાં સંપૂર્ણપણે ડૂબી જશો.

અથવા, ડાર્ટ્સની રમત લો: કલ્પના કરો કે રમત (ધ્યેય) જીતવા માટે બુલ્સઆઇ (લક્ષ્ય) ને હિટ કરવું પડશે. જ્યારે તમને ખબર હોય કે (તમે ગેમ જીતી જશો), ત્યારે તમે એવા ઝોનમાં હોવાની શક્યતા વધી જાય છે; જ્યારે તે નીચું હોય ત્યારે (હિટ ગેમ જીતી શકે છે અથવા ન પણ જીતી શકે), ત્યારે જીતવાની શક્યતા ઓછી હોય છે.

ટ્રેડમિલ્સ અને એક્સરસાઇઝ બાઇકનો વિચાર કરો, જે તમારા પર સાધન સહિતની ઢગલાબંધ માહિતી આપે છે. સોફ્ટવેરની મદદથી તમે તમારા દેખાવનું રિડીંગ મેળવી શકો છો. તેમજ લીડરબોર્ડ્સની લિંક્સ મેળવો છો જે દર્શાવે છે કે તમે તે જ સમયે ઓનલાઇન હોય તેવા લોકોની સરખામણીએ  કેવી રીતે કરી રહ્યા છો.

કનેક્ટિકટની યેલ યુનિવર્સિટીના સાયકોલોજીસ્ટ રાયન કાર્લસન કહે છે, લીડરબોર્ડ પર હજારો પોઝિશન્સ છે જેને રાઇડર પુરી કરી શકે છે. રાઇડરનું પર્ફોર્મન્સ નક્કી કરે છે કે તેમાંથી તે કઇ પોઝિશન હશે. આ ઘણી બધી માહિતી છે, જે તમે સામાન્ય રીતે વર્ક આઉટથી મેળવો છો તેના કરતાં ઘણી વધારે છે.

ફોર્મ્યુલા બનાવનાર ટીમ કહે છે કે તે કોઈપણ કાર્યમાં પ્રવાહને સંભવિતપણે વધારી શકે છે, પછી ભલે તે આર્ટ હોય, સ્પોર્ટ્સ હોય કે પછી દિવસનાં અંતે ઓફિસમાં મોટું પેપર વર્ક પુરુ કરવાનું હોય.

અલબત્ત, વ્યક્તિગત રુચિ, પ્રતિભા અને કૌશલ્યો હજી પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.ઉદાહરણ તરીકે. જેમની પાસે બાગકામ કરવાની કોઈ હથોટી નથી અને તેમાં કોઈ રસ નથી, તે અચાનક માસ્ટર માળી બની જશે નહીં.
સંશોધકોનું કહેવું છે કે પ્રવાહની તેમની કમ્પ્યુટેશનલ થિયરી વિવિધ રીતે મદદરૂપ થઈ શકે છે. બોસ કર્મચારીની કામગીરીને વધુ સારી બનાવવા માગે છે, અથવા સોફ્ટવેર ડેવલપર્સ એવા મશીનો બનાવવા માગે છે જે માનવી જેટલા જ કાર્યક્ષમ હોય.

મેલનિકોફ કહે છે, પ્રવાહને દર્શાવતાં આ સિદ્ધાંતો અચેતન હોઈ શકે છે પરંતુ તે અવ્યવસ્થિત નથી અને જૈવિક પ્રણાલીમાં કામ કરે છે જેને ગાણિતિક પરિભાષામાં વર્ણવી શકાય છે.

Your email address will not be published.