વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ હત્યાનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર

| Updated: January 17, 2022 4:59 pm

વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ હત્યાનો આરોપી જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસે આરોપી ને ઝડપી પાડવા દોડધામ કરી મૂકી છે.

વડોદરા સયાજી હોસ્પિટલમાં હત્યાના આરોપીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. આ આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ભારે દોડધામ જોવા મળી રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે તમામ જગ્યાએ નાકાબંધી કરી દીધી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરના નવાડીયા ટેકરી ફળિયામાં રહેતા અનિલ ઉર્ફ માઇકલ અરવિંદ વસાવા (સલાટ ) ની પોલીસે મર્ડરના કેસમાં ઝડપી પાડ્યો હતો. આ આરોપીની તબિયત બગડતા તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આરોપીએ તકનો લાભ લઈ મોડી રાત્રે ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ થતા પોલીસમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

હોસ્પિટલ પાસે લગાવવામાં આવેલ તમામ સીસીટીવીના આધારે પોલીસ આરોપીની શોધખોળા કરી રહી છે. આ બનાવની જાણ વાયુવેગ થતા લોકોમાં ભારે ચકચાર જોવા મળી રહી છે.

Your email address will not be published.