અમદાવાદમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

| Updated: May 12, 2022 2:11 pm

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં રહેતો પરિવાર ધાર્મિક કામથી આઠ દિવસ બહાર ગયો હતો અને તેના નજીકના ઓળખીતા એટલે કે કેટરીંગના ધંધાના વેપારી ભંવરલાલને 17 વર્ષીય દિકરી સોંપીને ગયા હતા. જે વેપારીને ધ્યાન રાખવાનું કહ્યું તેણે જ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું અને વિડીયો ઉતારી મહિનામાં બે વાર દુષ્કર્મ આચરવા દેવાની વાત કરી હતી. આખરે કંટાળેલી સગીરાએ દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવી પડી હતી. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાતા કેટરીંગનો ધંધો કરતા ભંવરલાલની પોલીસે ધરપકડ કરી હતી.

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂળ રાજસ્થાની 17 વર્ષીય સગીરા તેના માતા-પિતા સાથે રહે છે. એક દિવસ ધાર્મિક કામ હોવાના કારણે માતા-પિતા અને તેમની નાની દિકરી બહાર ગામ લઇ જવાનું નક્કી કર્યું હતુ અને મોટી દિકરીને તેમના સબંધીના ઘરે રોકાવવા માટે વ્યવસ્થા કરી હતી. એટલે રાત્રે ઘરે એકલી હોવાથી મહિલા કામ કરતી હતી ત્યા તે રોકાય તેવી વાતચીત કરી હતી. આશરે સાત દિવસે બહાર ગામ ગયેલા માતા પિતા પરત ફર્યા હતા પરંતુ ઘરે મોટી દિકરી હાજર ન હતી.

રાત્રીના સાડા અગીયાર વાગ્યે ભંવરલાલ અમરાજી બુનકર (ઉ.45) સાથે આવી હતી. દિકરીનું ધ્યાન રાખવાનું જ ભંવરલાલને કહ્યું હોવાથી માતા પિતાએ તેમને કંઇ પુછ્યું ન હતુ. 9 મેના રોજ 17 વર્ષિય દિકરી ઘરે સુઇ રહી હતી. માતાએ તેને આ અંગે પુછતા દિકરીએ જણાવ્યુ હતુ કે, આશરે આઠ દિવસ પહેલા ગળા પર દોરાવેલું ટેટું મારે કઢાવી નાખવાનું હતુ તે સારુ ભંવરલાલ બુનકર સાથે ટેટુ કઢાવવા માટે ગઇ હતી. જેથી તેઓ સીટીએમ નજીકની કોઇ હોટલમાં લઇ ગયા હતા. હોટલમાં જબરજસ્તી કરતા સગીરાએ તેનો વિરોધ કર્યો હતો ત્યારે ભવરલાલે લાફો મારી દીધો હતો. જેથી સગીરા ડરી ગઇ હતી અને બાદમાં તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ.

વિડીયો મોબાઇલ ફોનમાં ઉતારી લીધો હતો. બાદમાં તે ઘરે મુકવા આવ્યો અને રસ્તામાં ધમકી આપી હતી કે, કોઇને જાણ કરીશ તો વિડીયો વાઇરલ કરી દઇશ. જેથી સગીરાએ આ અંગે કોઇને જણાવ્યું ન હતુ. 3 મેના રોજ બપોરે ઘરે બોલાવી અને ફરી દુષ્કર્મ આચર્યું હતુ. જેથી સગીરાએ કંટાળી 8 મેના રોજ ઘરમાં પડેલી દવા પી ગઇ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી તબીયત સારી થઇ જતાં રાત્રે તે ઘરે પરત ફરી હતી. ભંવરલાલે સગીરાને ધમકી આપી હતી કે, મહિનામાં બે વાર દુષ્કર્મ આચરીશ અને નહી આવે તો તારો બિભત્સ વિડીયો વાઇરલ કરી દઇશ. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

Your email address will not be published.