વડોદરાના અકોટામાં ઘરમાંથી 30 બોટલ વિદેશી દારૂ અને બીયરના 6 ટીન સાથે આરોપીની અટકાયત

| Updated: April 19, 2022 3:29 pm

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ એક ઘરમાંથી પોલીસે 30 બોટલ વિદેશી દારૂ અને 6 નંગ બીયર ઝડપી પાડયા હતા. આ મામલે પોલીસે પોલીસે આરોપી જીતેન્દ્ર પાટીલની ધરપકડ કરીને દારૂ, બીયર અને મોબાઇલ સહિત 25 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન સુધરાઇ કોલોનીના એક ઘરમાં દારૂનુ વેચાણ ચાલી રહ્યું છે એવી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે અકોટા સુધરાઇ કોલોનીના બ્લોક નં- 5, મકાન નંબર 97માં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસને જીતેન્દ્ર પંડિતરાવ પાટીલ નામનો શખ્સ તેમજ તેના ઘરના પહેલા માળે માળિયામાં બેગમાં સંતાડેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની 30 બોટલ મળી આવી હતી. તેમજ બીયરના 6 નંગ ટીન મળી આવ્યા હતા. આ મામલે પોલીસે 25 હજાર 500ના મુદ્દામાલ સાથે આરોપી જીતેન્દ્ર પાટીલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Your email address will not be published.