સુરત પોલીસનું ક્લિનચિટ અભિયાનને લઈ પડતર ગુના ઉકેલવા માટે સુરત પોલીસ એક મહિનાથી કામે લાગી ગઈ છે. ત્યારે 12 વર્ષ પહેલાં થયેલ હત્યાનો ભેદ આજે ઉકેલાયો છે.
સચીન GIDC પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસ મળેલ બાતમીના આધારે આરોપી જયરામ ઉર્ફે જય પંચુ બેહેરાની ધરપકડ કરી છે, આ પકડાયેલ આરોપીએ 2001માં એક ઇસમની હત્યા કરી હતી. આરોપી સહિત અન્ય સહ આરોપી દ્વારા કુહાડીના ઘા મારીને ઇસમની હત્યા નિપજવામાં આવી હતી. જેમાં જેતે સમયે સહ આરોપી પકડાયેલ હતા. આ હત્યાના કેસમાં નાસતો ફરતો આરોપી જયરામ ઉર્ફે જય પંચુ બેહેરા ઘટના 21 વર્ષ બાદ પકડાયો છે.
જોકે આ પકડાયેલ આરોપી પોલીસના હાથે ન પકડાયેલ તે માટે અલગ નામ બદલીને શહેરમાં ફરતો હતો, પણ આખરે આરોપીની બુદ્ધિનો પ્રયોગ 12 વર્ષ બાદ ખુલ્લો પડ્યો હતો અને સુરત પોલીસના હાથે પકડાય ચુક્યો છે.
સુરતમાં વર્ષોથી ફરાર હત્યાનો આરોપીને સુરત પોલીસે પકડી પાડ્યો છે. લિંબાયત પોલીસ હત્યારાને ઓરિસ્સાથી ઝડપી લાવી છે. 12 વર્ષ અગાઉ હત્યા કરીને ઓરિસ્સા ભાગી ગયો હતો આ પકડાયેલ આરો ને પકડવા માટે છેલ્લા 12 વર્ષ સુરત પોલીસને દમ નીકળી ગયો હતો આખરે 12 વર્ષ બાદ સફળતા મળી છે. આ પકડાયેલ આરોપીએ 2010 અમીત ઉર્ફે અમુલ્યની હત્યા કરી નાખી હતી. પત્ની સાથે આડા સંબંધના વહેમમાં ત્રણ લોકોએ મળી અમીતની હત્યા કરી હતી.
( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )