કપડવંજ દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓને “સજા-એ-મોત”

| Updated: April 29, 2022 5:13 pm

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આ કેસોમાં કેટલાક આરોપીઓને આજીવન કેદની અને ઘણાને ફાંસીની સજા આપવામાં આવી ચૂકી છે. ત્યારે કપડવંજમાં ત્રણ નરાધમોએ યુવતી પર આચરેલ દુષ્કર્મ કેસમાં ત્રણેયને કોર્ટે ફાંસીની સજા સંભળાઈ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લાના કપડવંજમાં એક યુવતી પર ત્રણ નરાધમોએ વર્ષ 2018માં દુષ્કર્મ આચર્યૂ હતું. ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક, બાબા ઉર્ફે કંકુડીયો રમેશભાઈ વાદી અને જયંતિ બબાભાઈ વાદીને નામના આરોપીએને કોર્ટે આ કેસમાં ફાંસીની સજા સંભળાવી છે. કપડવંજ સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવતા આ આરોપીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. યુવતી પર ત્રણેય આરોપીઓએ ગુજારેલ દુષ્કર્મ કર્યા બાદ હત્યાં કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, ડીસામાં 16 ઓક્ટોબર 2020ના રોજ નીતિન માળી નામના શખ્સે તેના સગા મામાની મુકબધીર દીકરીને તેના જ મામાના ઘરે રસોડામાં બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બાદ આ મુકબધીર બાળકી દ્વારા તેની કરતૂતો જાહેર ન કરવામાં આવે તેને પગલે આરોપી નીતિન માળીએ આ મુકબધીર બાળાનું અપહરણ કરીને તેના ઘરેથી ઉઠાવી ગયો હતો. બાદમાં નિતિન માળીએ આ બાળકીને ડીસાથી 10 કિલોમીટર દૂર ભાખર ગામ લઈ જઈ બાળા પર ફરીથી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં આ બાળકીનું ગળું કાપીને બર્બરતા પૂર્વક હત્યા કરી હતી.

Your email address will not be published.