હોલિવૂડની એવી એક્ટ્રેસિસ જેમણે નાની વયે મોટી સિદ્ધિ મેળવી

| Updated: June 26, 2021 8:49 pm

હોલિવૂડમાં ઘણી એવી પણ અભિનેત્રી છે જેણે વૈશ્વિક ફલક પર સારી એવી સિદ્ધિ મેળવી લીધી છે. અભિનય કલાની સાથોસાથ વ્યાપારી કુશળતાથી એનું નામ સતત ચર્ચામાં રહ્યું છે. પણ અહીંયા કોઈ મોટા અનુભવ ધરાવતી એક્ટ્રેસની વાત નથી. પણ 25 વર્ષથી પણ ઓછી ઉંમરમાં મસમોટા ફેન ફોલોઅર્સ ધરાવતી અભિનેત્રીઓની વાત છે. જોઈએ એક અહેવાલ.

એન્ગોરી રાઈસ

એન્ગોરી રાઈસ એક એસ્ટ્રેલિયન એક્ટ્રેસ છે. જેણે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. ‘ધીસ ફાઈનલ અવર્સ’ અને ‘ધ નાઈસ ગાઈ’ જેવી ફિલ્મોમાં તે જોવા મળી હતી. 20 વર્ષની આ એક્ટ્રેસ ‘સ્પાઈડર મેન હોમકમિંગ (2017)’માં પણ કામ કર્યું છે. જેમાં એનું પાત્ર બેલી બ્રાંટનું હતું પછીથી તે ‘સ્પાઈડર મેન ફાર ફ્રોમ હોમ’માં પણ જોવા મળી હતી.

મેરી એલી ફેનિંગ

મેરી એક અમેરિકન એક્ટ્રેસ છે. ડ્રામા ફિલ્મ ‘આઈ એમ સેમ’થી તેણે હોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેણે પોતાના એક્ટિંગ કેરિયરની શરૂઆત ઘણી વહેલી કરી દીધી હતી. ‘ફીબી ઈન વન્ડરલેન્ડ’, ‘બાબેલ’ અને ‘સમવેર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 23 વર્ષની મેરી હવે તેની આવનારી ફિલ્મ ‘નાઈટેંગ્લ બાય લૌરેન્ટ’ માં પણ જોવા મળશે.

ક્લોઈ ગ્રેસ મોરેટ્ઝ

ક્લો સૌથી પહેલા હોરર ફિલ્મ ‘ધ અમિટીવિલે’માં જોવા મળી હતી. ત્યાર બાદ ‘ધ આઈ’ અને ‘ધ પોકર’માં જોવા મળી હતી. મોટા ભાગે એક ડાર્ક રોલમાં જોવા મળતી ક્લો LGBTQ સમુદાયને સમર્થન આપે છે. તે ખૂબ સારી મહિલા એક્ટિવિસ્ટ છે. ઘણા ચેલેન્જિગ રોલ પ્લે કરવા માટે તેને ઓફર્સ મળી હતી. 

મિલિ બોબી બ્રાઉન

મિલિ માત્ર 17 વર્ષની ઉંમરે એક્ટ્રેસ, મોડલ અને પ્રોડ્યુસર બની ગઈ છે. ટીવી શૉમાં એક ગેસ્ટ એપિયર તરીકે તેણે પોતાના કામની શરૂઆત કરી હતી. આ ઉપરાંત સૌથી સફળ સાયન્સ હોરર ફિક્શન સીરીઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’માં પણ તેને કામ કર્યું છે. અમેરિકન મોનસ્ટર ફિલ્મ ‘ગોડઝિલા’માં પણ તેણે એક મોટો અને મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે. ટાઈમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વની યાદીમાં પણ આ એક્ટ્રેસનું નામ છે. યુનિસેફ તરફથી એનું નામ પસંદ કરવામાં આવ્યું હતું. આ યાદીમાં તે સૌથી યુવા વ્યક્તિ આ પદ પર હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

લીલી રેઈનહાર્ટ

લીલી એક સારી એક્ટ્રેસ હોવાની સાથોસાથ એક કવયિત્રી પણ છે. જેણે ‘સ્વિમિંગ લેસન્સ’ શીર્ષક હેઠળ ઘણી બધી કવિતાઓ લખી છે. જેમાં ગંભીર મુદ્દા, માનસિક સ્વાસ્થ્ય અને સકારાત્મક ઊર્જા જેવા વિષયોને આવરી લીધા છે. એક્ટિંગ કેરિયર પર જબરદસ્ત રહ્યું છે. ગાયન, ડાન્સ અને એક્ટિંગ એ એનો શોખ છે. આવી તમામ પ્રવૃતિઓ કરવી એને ખૂબ ગમે છે. તે સતત કોઈ શૉ માટે ઓડિશન આપ્યા કરે છે અને ડ્રામાં શૉમાં ભાગ લે છે. રીવરડેલ નામના એક નાકટમાં તેણે એક સારી એવી ભૂમિકા અદા કરી હતી. 

માયા હાઉક

વર્ષ 2017માં માયાએ એક્ટિંગ લાઈનમાં એન્ટ્રી કરી હતી. નેટફ્લિક્સની સીરીઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’માં સારૂ એવું કામ કર્યું છે. તા.8 જુલાઈ 1998માં ન્યુયોર્ક શહેરમાં જન્મેલી માયાએ 2019માં આવેલી ‘ટુ લવ એ બોય’ અને ‘સ્ટે ઓપન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક્ટિંગની વાત આવે ત્યારે માયાનું નામ અચુક લેવામાં આવે છે. 

મેક્કેના ગ્રેસ

બેસ્ટ યંગ પર્ફોમર તરીકે મેક્કેના ગ્રેસનું ક્રિટિક ચોઈસ મુવી એવોર્ડમાં નોમિનેશન થયું હતું. અમેરિકામાં જન્મેલી 14 વર્ષની આ અભિનેત્રીએ પોતાના એક્ટિંગ પ્રોજેક્ટની શરૂઆત છ વર્ષની ઉંમરે કરી દીધી હતી. હોલિવૂડની હોરર ફિલ્મ જેમ કે, ‘એનાબેલા કમ્સ હોમ’ અને ‘ધ બેડ સીડ’ જેવી ફિલ્મોમાં પણ સારૂ એવું કામ કર્યું છે.

મેકેન્ઝી ફોય

મેકેન્ઝી એક અમેરિકન એક્ટ્રેસ છે અને મોડલ છે. ‘ધ ટ્વિલાઈટ સાગાઃ બ્રેકિંગ ડાઉન-2’માં જોવા મળી હતી. આ સિવાય જેમ્સ વાનની એક હોરર ફિલ્મમાં પણ જોવા મળી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે ડાયરેક્ટ તો કોઈ ક્નેક્શન નથી પણ એક્ટિંગનું પેશન અને મોડલિંગથી આ તક મળી હતી. નવ વર્ષની ઉંમરે તેણે એક્ટિંગ શરૂ કરી હતી. 

મેસી વિલિયમ

ઘણા બધા ટીવી શૉમાં એક મોટો અને મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે. પણ HBO પર સૌથી વધુ જોવાયેલી ‘ગેમ્સ ઓફ થ્રોન્સ’ના કારણે સૌથી વધુ જાણીતી થઈ. આ સિવાય વર્ષ 2019માં તેણે એક મલ્ટિમીડિયા નેટવર્કિંગ એપ્લિકેશન પણ લૉન્ચ કરી હતી. જે કલાકારોને જોડવામાં ખૂબ મદદ કરે છે. 

લાના કોન્ડોર

લાના ટ્રાંન ડોંગ લેન નામથી પણ જાણીતી છે. અમેરિકાના એક વાલીએ આ એક્ટ્રેસને જે તે સમયે દત્તક લીધી હતી. મેરી કરોલ કોનડોર અને બોબ કોનડોરે ઑક્ટોબર 1997માં એડોપ્ટ કરી હતી. ‘ઓલ ધ બોય્ઝ આઇ હેવ લવ બીફોર’ નેટફ્લિક્સ પર આવેલી આ વેબસીરીઝથી તે લોકપ્રિય થઈ હતી. જેમાં એનો રોલ લારા જીઆન તરીકેનો રહ્યો હતો. લાનાની યુટ્યુબ ચેનલમાં 475K સબસ્ક્રાઈબર્સ છે અને 9.8 મિલિયન વ્યૂઝ મેળવી ચૂકી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે એનો આલ્બમ વીડિયો આવ્યો ત્યારે આટલા વ્યૂઝ મળ્યા હતા. 

Your email address will not be published.