Site icon Vibes Of India

અભિનેતા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાન્ત કપૂરની બેંગલુરુમાં ડ્રગ્સના સેવન કરવા બદલ અટકાયત

બેંગલુરુમાં હિન્દી ફિલ્મ સ્ટાર શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરની રવિવારે રાત્રે એક રેવ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરવાના આરોપમાં પોલીસે અટકાયત કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે એમજી રોડ પરની એક પોશ હોટલમાં રેવ પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસની એક ટીમે દરોડો પાડીને તેમની ધરપકડ કરી હતી. પોલીસે  ડ્રગ્સનું સેવન કર્યું હોવાની શંકા ધરાવતા 35 લોકોના સેમ્પલ મોકલ્યા હતા. સિધ્ધાંત કપૂરના સેમ્પલ પોઝિટિવ આવતા છ લોકોમાં સામેલ હતા.

37 વર્ષીય અભિનેતા સિદ્ધાંત કપૂરએ શૂટઆઉટ એટ વડાલા, હસીના પારકર, જઝબા અને ક્રાઈમ-થ્રિલર વેબ સિરીઝ ભૌકાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

પોલીસે 2020 માં કન્નડ ફિલ્મ જગતમાં પણ ડ્રગના દુરૂપયોગનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ તેઓએ અભિનેત્રી રાગિની દ્વિવેદી અને સંજના ગલરાની અને ભૂતપૂર્વ મંત્રી સ્વર્ગસ્થ જીવરાજ આલ્વાના પુત્ર આદિત્ય આલ્વાનીની પણ ધરપકડ કરી હતી.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ડ્રગ્સ કેસના સંબંધમાં 2020 માં નાર્કોટિક્સ બ્યુરો દ્વારા સિદ્ધાંત કપૂરની બહેન શ્રદ્ધાની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, કશું નોંધપાત્ર સાબિત થયું ન હતું. શ્રધ્ધા કપૂર, સારા અલી ખાન અને દીપિકા પાદુકોણને સપ્ટેમ્બર 2020 માં વ્હોટ્સએપ ચેટના આધારે પૂછપરછ કરવામાં આવી હતી જે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી સામે આવેલા ડ્રગ્સ કેસની તેની તપાસ દરમિયાન NCBએ શોધી કાઢી હતી.

આ પણ વાંચો: આર્યન ખાન કેસઃ ક્રૂઝ પર NCBની રેડના આગલા દિવસે કિરણ ગોસાવી અમદાવાદમાં શું કરતો હતો?