ટીવીની પ્રખ્યાત અભિનેત્રી અંકિતા લોખંડેએ પ્રેગ્નેન્ટ હોવાની આપી ખુશખબર, જાણો શું છે હકીકત

| Updated: April 3, 2022 4:07 pm

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનો રિયાલિટી શો ‘લોક અપ’ દર્શકોને ખૂબ જ પસંદ છે. આ શોમાં સ્પર્ધકો પોતાની સાથે જોડાયેલા રહસ્યો જણાવીને શોને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે. તાજેતરમાં, નિર્માતાઓએ શો સંબંધિત એક પ્રોમો રિલીઝ કર્યો, જેમાં જાણીતી ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે કંગના રનૌતના શોમાં મહેમાન તરીકે દેખાઈ રહી છે.

કંગના રનૌત અને અંકિતા લોખંડે વચ્ચે પહેલેથી જ સારી બોન્ડિંગ છે. અંકિતાએ કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીમાં કામ કર્યું છે. આવી સ્થિતિમાં અંકિતા લોખંડે તેની આગામી વેબ સિરીઝ ‘પવિત્ર રિશ્તા’ના પ્રમોશન માટે એક્ટ્રેસના શોમાં પહોંચી હતી. આ દરમિયાન અંકિતા લોખંડેએ પોતાની સાથે જોડાયેલ એક રહસ્ય જાહેર કર્યું, જેણે બધાને ચોંકાવી દીધા હતા.

કંગના રનૌતે અંકિતા લોખંડેને કહ્યું કે અહીં અમારી એક પરંપરા છે, જે પણ આ શોમાં આવે છે તેણે પોતાની સાથે જોડાયેલ કોઈ રહસ્ય જણાવવાનું હોય છે. પહેલા અંકિતાએ કહ્યું કે તેની પાસે કોઈ રહસ્ય નથી પરંતુ બાદમાં જ્યારે કંગનાએ આગ્રહ કર્યો ત્યારે અભિનેત્રીએ કહ્યું, ‘ઠીક છે, વિકીને પણ આ ખબર નથી. અભિનંદન મિત્રો હું ગર્ભવતી છું. આ સાંભળીને સ્પર્ધકો અને કંગના બેશક આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ પછી અંકિતાએ કહ્યું, ‘એપ્રિલ ફૂલ બનાયા.’ આના પર કંગનાએ જવાબ આપ્યો, ‘આજે તો પહેલી એપ્રિલ પણ નથી.’

જોકે, જ્યારે અંકિતા જતી રહી હતી ત્યારે કંગના રનૌતે કહ્યું હતું કે, ‘હું આશા રાખું છું કે આ ખોટુ રહસ્ય જલ્દી સાચુ થઈ જશે.’ અંકિતાએ જવાબ આપ્યો, ‘જલદી જ થશે.’ અંકિતાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 14 ડિસેમ્બર 2021ના રોજ લગ્ન કર્યા હતા. બંને હાલમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થઈ રહેલા શો સ્માર્ટ જોડીનો ભાગ છે. આ શોમાં બંનેની જોડીને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Your email address will not be published.