એશિયાના બે સૌથી ધનિક ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી- નેટફ્લિક્સ, એમેઝોન સાથે મુકાબલા માટે તૈયાર

| Updated: April 29, 2022 11:26 am

એશિયાના બે સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી  ભારતના મીડિયા ક્ષેત્રમાં જોરદાર રીતે આગળ વધી રહ્યા છે અને એવા ક્ષેત્રમાં સ્પર્ધાને તીવ્ર બનાવી રહ્યા છે જ્યાં નેટફ્લિક્સ ઇન્ક. અને એમેઝોન પણ એક અબજથી વધુ દર્શકોનાં વિશાળ માર્કેટ માટે સ્પર્ધામાં છે.

પેરામાઉન્ટ ગ્લોબલ સાથે અંબાણીના સંયુક્ત સાહસ વાયકોમ18 મીડિયા પ્રા.લિ.ને જેમ્સ મર્ડોક સમર્થિત બોધી ટ્રી સિસ્ટમ્સ ફંડિંગ રાઉન્ડમાં રાઉન્ડમાં 135 અબજ રૂપિયા (1.8 અબજ ડોલર) મળવાની તૈયારીમાં છે. અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે અલગથી જણાવ્યું હતું કે તેણે એક નવી મીડિયા પેટાકંપનીની સ્થાપના કરી છે, જે વધતા જતા બજારને સર કરવાની તેમની મહત્વાકાંક્ષાઓનો સંકેત આપે છે.

વાયકોમ18નું રોકાણ અને અદાણીના મીડિયામાં પ્રવેશથી સ્થાનિક ફિલ્મ ઉદ્યોગ, વિકસતો મધ્યમ વર્ગ અને ઈન્ટરનેટની ઝડપથી વિસ્તરતી પહોંચ ધરાવતા બજારમાં એક નવી સ્પર્ધા જોવા મળશે. જોકે આ માર્કેટ આસાન પણ નથી. જેમકે નવા સબસ્ક્રાઇબર્સ માટે સંઘર્ષ કરી રહેલા નેટફ્લિક્સે તેની ફીમાં ઘટાડો કરવો પડ્યો છે.

મીડિયા પાર્ટનર્સ એશિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિવેક કુટોએ જણાવ્યું હતું કે,તેમ છતાંચીનની બહાર એશિયામાં ફક્ત ભારત એવું છે જ્યાં બહુ મોટી તક છે. ઇન્ડોનેશિયા પણ છે, જોકે તે હજુ પાછળ છે. ગુરુવારે મુંબઈમાં રિલાયન્સનો શેર 1.5 ટકા વધ્યો હતો. ટીવી18 બ્રોડકાસ્ટ લિમિટેડમાં 18 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે નેટવર્ક18માં 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જ્યારે અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ દ્વારા ભારતીય મીડિયા ક્ષેત્રમાં વ્યાપ વધારી રહી છે ત્યારે અદાણીએ હમણાં જ શરૂઆત કરી છે. ગયા મહિને અદાણી મીડિયા વેન્ચર્સ લિમિટેડે ક્વિન્ટીલિયન બિઝનેસ મીડિયા પ્રા.લિ.માં હિસ્સો ખરીદવા સંમતિ આપી હતી, તેમ એક નિવેદનમાં જણાવાયું હતું. ક્વિન્ટીલિયન બ્લૂમબર્ગ એલપીના ભારતીય ભાગીદાર હતા, જે બ્લૂમબર્ગ ન્યૂઝની પેરેન્ટ કંપની હતી.

બોધિ ટ્રી પાસેથી 1.8 અબજ ડોલર અને રિલાયન્સની એક બ્રાંચ પાસેથી વધારાના 216 મિલિયન ડોલર સાથે, વાયકોમ18 ઇન્ડિયન પ્રીમિયર લીગ અથવા આઇપીએલના બ્રોડકાસ્ટ રાઇટ્સ માટે ડિઝની, એમેઝોન અને સોની ગ્રૂપ કોર્પ સાથેની જોરદાર સ્પર્ધામાં ઝુકાવવા તૈયારી કરી રહ્યું છે, જેની બિડ્સ 5 અબજ ડોલરથી વધુની હોવાની શક્યતા છે એમ આ બાબતથી જાણકાર લોકો કહે છે.

ગયા વર્ષે આઈપીએલની ટુર્નામેન્ટે 380 મિલિયન દર્શકો મેળવ્યા હતા. જે પણ બ્રોડકાસ્ટર તેના બ્રેડકાસ્ટિંગ રાઇટ્સ મેળવશે તે સ્પર્ધાત્મક બજારમાં લાખો નવા ગ્રાહકોને મેળવશે.

બોધી ટ્રી દ્વારા કરવામાં આવેલું આ રોકાણ મર્ડોક પરિવાર એન્ટરટેઇન્ટમેન્ટ માર્કેટમાં પાછો ફરે છે તે પણ દર્શાવે છે. જ્યારે વોલ્ટ ડિઝની કંપનીએ 2019માં સ્ટાર ઇન્ડિયા સહિત ટવેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી ફોક્સનો હિસ્સો મેળવ્યો હતો. ડિઝની હવે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટસ્ટારની માલિકી ધરાવે છે, જે વિશ્વભરના લાખો ક્રિકેટ ચાહકોમાં લોકપ્રિય છે.
બોધિ ટ્રી એ અને સ્ટાર ઇન્ડિયા અને પછીથી ડિઝની એશિયાના ભૂતપૂર્વ વડા ઉદય શંકર અને  મર્ડોકે સંયુક્ત રીતે બનાવેલું પ્લેટફોર્મ છે. કતાર સ્ટેટ ઓફ કતારનું વેલ્થ ફંડ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી તેમાં રોકાણકાર છે.
અદાણી જૂથે બુધવારે જણાવ્યું હતું કે તેણે એએમજી મીડિયા નેટવર્ક્સનો સમાવેશ કર્યો છે, અને ઉમેર્યું હતું કે તે વિવિધ મીડિયા નેટવર્ક્સ પર કન્ટેન્ટનાં પબ્લિશિંગ, એડવર્ટાઇઝિંગ, બ્રોડકાસ્ટિંગ અને  ડિસ્ટ્રિબ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે વધુ કોઇ માહિતી આપી ન હતી.

ગયા વર્ષના અંતમાં, સોની અને ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ મર્જર માટે સંમત થયા હતા, મર્જર બાદ તે લગભગ 10 અબજ ડોલરની કિંમતનું વિશાળ મીડિયા હાઉસ બનશે.

Your email address will not be published.