અદાણી પરિવારની રોજની આવક રૂ. 1002 કરોડઃ એશિયાના ધનિકોમાં નંબર 2 બન્યા

| Updated: September 30, 2021 3:14 pm

છેલ્લા એક વર્ષમાં અદાણી પરિવારની દૈનિક આવક 1002 કરોડ રૂપિયા હતી. એક વર્ષની અંદર તેમની સંપત્તિ 1.40 લાખ કરોડથી ચાર ગણી વધીને 5.05 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે તેમ આઈઆઈએફએલ વેલ્થ હ્યુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં જણાવાયું છે.

આ અહેવાલ પ્રમાણે અદાણી પરિવાર અત્યારે એશિયામાં બીજા ક્રમે સૌથી ધનાઢ્ય છે અને તેમણે ચીનના બોટલ્ટ વોટર ઉત્પાદક ઝોંગ શાન્શાનને પાછળ રાખી દીધા છે.

ગૌતમ અદાણી અને તેમના દુબઈ સ્થિત ભાઈ વિનોદ શાંતિલાલ અદાણીએ પહેલી વાર આઈઆઈએફએલ વેલ્થ હ્યુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2021માં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી અને પરિવાર 12 સ્થાન આગળ વધીને આઠમાં ક્રમે સૌથી ધનિક ભારતીય બન્યા છે. વિનોદ અદાણી પરિવારની સંપત્તિ 21.2 ટકા વધીને 1,31,600 કરોડ થઈ હતી.

ભારતના સૌથી મોટા ધનિક મુકેશ અંબાણી સાથે તુલના કરવામાં આવે તો તેમણે વર્ષ દરમિયાન રોજની 169 કરોડની કમાણી કરી હતી. તેમની સંપત્તિ 9 ટકા વધીને 7.18 લાખ કરોડ થઈ છે તેમ વેલ્થ રિપોર્ટ દર્શાવે છે.

એચસીએલના શિવ નાદર અને તેમના પરિવારની સંપત્તિ 67 ટકા વધીને 2.36 લાખ કરોડ થઈ છે. દિલ્હી સ્થિત નાદર પરિવારે રોજની 260 કરોડની કમાણી કરી હતી.

લંડન સ્થિત લક્ષ્મી મિત્તલ પરિવારની સંપત્તિ 187 ટકા વધીને 1,74,400 કરોડ થઈ હતી. તેમણે વર્ષ દરમિયાન રોજના 312 કરોડની કમાણી કરી હતી.

Your email address will not be published. Required fields are marked *