અમદાવાદઃ ગુજરાતના આદિવાસી સમાજમાં આજે પણ બાળલગ્નોનું પ્રમાણ જોવા મળે છે. આદિવાસીઓની માન્યતા છે કે બાળકી કે કિશોરીની મુગ્ધાવસ્થાનો અંત લાવવાનો શ્રેષ્ઠ ઇલાજ લગ્ન છે. છેલ્લા બે વર્ષમાં અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ કામ કરતી સુપોષણ સંગિનીઓએ આવી કમસેકમ 21 યુવતીઓને બાળલગ્નથી બચાવી છે.
જીમિશાનો જ કિસ્સો જોઈએ તો નર્મદા જિલ્લામાં નાંદોદ બ્લોકના ગાડિત ગામની 17 વર્ષની આ યુવતી માતાને ઘરકામમાં મદદ કરતી હતી. એક દિવસે રોજમદાર તરીકે કામ કરતાં તેના પિતાએ તેના લગ્ન કરવાનું નક્કી કર્યુ, કારણ કે તે કુટુંબ પર બોજ હતી. તે લગ્ન માટે તૈયાર ન હતી. તેણે તેની આ મુશ્કેલી ગામમાં આવતા સુપોષણ સંગિની રેખાબેનને જણાવી.
રેખાબેને જીમિષાના ઘરની મુલાકાત લીધી અને તેના માબાપને સમજાવ્યું કે આટલી નાની વયે યુવતીના લગ્ન કરવાથી તેના શારીરિક અને માનસિક આરોગ્ય પર શું અસર પડે. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારે યુવતીના લગ્નની વયમર્યાદા 18 વર્ષથી વધારી 21 વર્ષની કરવામાં આવી તે પણ જણાવ્યું. તેની સાથે તેની સાથે લગ્ન કરનારા યુવાનને પણ સમજાવ્યો. યુવક-યુવતી બંનેને જોડે સમજાવાયા.
રેખાબેને જણાવ્યું હતું કે અમે તેઓને સમજાવ્યું હતું કે શા માટે તેઓએ લગ્ન ન કરવા જોઈએ. યુવતી બાળકને જન્મ આપવા તૈયાર નથી. બીજું બંનેએ શિક્ષણ પૂરુ કરવુ જોઈએ. બાળકે તેના કુટુંબને ટેકો આપવા કમાવવુ જોઈએ, એમ અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ સુપોષણના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર શીતલ પટેલે જણાવ્યું હતું.
અદાણી ફાઉન્ડેશન આ પ્રોજેક્ટ ત્રણ વર્ષથી ચલાવી રહ્યું છે. કેટલાક વર્ષોથી તેના આગેવાન તરીકે શીતલ કામગીરી બજાવી રહ્યા છે. તે અને અન્ય સંગિનીઓ આદિવાસી જિલ્લાના લોકો સાથે કામ કરીને પોષણ અને આરોગ્ય અંગેની જાણકારી પૂરી પાડી રહ્યા છે. રેખાબેન અને અન્ય સંગિનીઓએ ભેગા થઈ છેલ્લા બે વર્ષમાં આવા 21 લગ્ન અટકાવ્યા છે. જીમિશાના માબાપ તેની વાત સમજ્યા. તેઓએ તેમની પુત્રીના ભલા અંગે આ રીતે સમજાવવા બદલ તેમનો આભાર માન્યો. જીમિષા હાલમાં 19 વર્ષની છે અને તેણે અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે બ્યુટિસિયનનો કોર્સ કર્યો છે. આજે તે સરખુ કમાઈ લે છે અને તેના કુટુંબની સારસંભાળ લઈ શકે છે. તેની સગાઈ થઈ ગઈ છે અને તે તૈયાર થશે ત્યારે તેના લગ્ન પણ થશે. તેના ફિયાન્સે પણ જોબ શરૂ કરી દીધી છે.