ગૌતમ અદાણીને જન્મદિવસની અદભૂત ગિફ્ટ મળી

| Updated: June 25, 2021 12:20 pm

ગુજરાત અને દેશના અગ્રણી ઔદ્યોગિક જૂથ અદાણી ગ્રૂપના પ્રણેતા ગૌતમ અદાણી માટે આજે 24 જૂનનો જન્મ દિવસ વિશિષ્ટ ઉજવણીનો અવસર રહ્યો છે. તેમણે પોતાના 59મા જન્મદિવસે સહર્ષ ઘોષણા કરી છે કે તેના જૂથને ઓસ્ટ્રેલિયામાં કાર્માઇકલ પ્રોજેક્ટમાં ખોદકામમાં કોલસો મળ્યો છે.

ગૌતમ અદાણીએ કરેલા ટ્વીટમાં પત્ની પ્રીતિ અદાણી, પુત્રો કરણ અને જીત તથા પુત્રવધુ પરીધિ સહિતના પરિવારની તસવીર મૂકી લખ્યું છે કે  “આ મારી ટીમનું ગૌરવ છે જેમણે વિપરિત મુશ્કેલીઓનો સામનો કરી કાર્માઇકલની ખીણો ખૂંદીને ખાણકામ કર્યું અને કાર્માઇકલનો ‘પ્રથમ કોલસો’ મેળવ્યો છે. આપણા દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવા અને ભારતના લાખો પરિવારોને પોસાય તેવી ઉર્જાની ભેટ ધરવામાં સદ્ધરતા બક્ષતા આજના મારા જન્મદિવસની આ પ્રસંગથી વધુ કોઈ રૂડી ભેટ હોઇ શકે નહીં. તેમણે  ક્વિન્સલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો આભાર માન્યો.

તેમના સત્તાવાર હેન્ડલ ઉપર તેમના પરિવાર સાથે જન્મ દિવસની ઉજવણીની તસવીરો મૂકી તેમણે લખ્યું છે કે હું જેમને પ્રેમ કરુ છું અને જેમનો વિશ્વાસ કરું છું તેવા આપ્તજનો વચ્ચે જન્મ દિવસની ઉજવણી કરી રહયો છું તે આશીર્વાદ છે, પ્રીતી અદાણીને ટેગ કરી લખ્યું મારા વ્હાલા પરિવાર તમારો આભાર.

અદાણીની ઓસ્ટ્રેલિયન કંપની બ્રાવસ માઇનિંગ એન્ડ રિસોર્સિસના સીઇઓ ડેવિડ બોશોફે કહયું હતું કે આ પ્રોજેકટ ઉપર કાર્યરત 2600થી વધુ લોકો માટે આજનો દિવસ ઉત્સાહવર્ધક છે. છેલ્લા બે વર્ષના બાંધકામ અને દરમિયાન અમારી લડત બાદ પરવાનગી મળી તે પછી અમારા લોકોએ તેમનું સર્વસ્વ આ પ્રોજેકટમાં પ્રદાન કર્યું. જેનું આજે કોલસો મળી આવતા અદભૂત પરિણામ મળ્યું.

Your email address will not be published.