અદાણી વિલ્મરે બાસમતી ચોખાની બ્રાન્ડ કોહિનૂર હસ્તગત કરી

| Updated: May 3, 2022 1:42 pm

આવકની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ઝડપથી વિકસી રહેલી કન્ઝ્યુમર ગુડ્ઝ ઉત્પાદક કંપની અદાણી વિલ્મર લિમિટેડ (એડબલ્યુએલ)એ અમેરિકન જાયન્ટ મેકકોર્મિક પાસેથી પેકેજ્ડ ફૂડ્સ બ્રાન્ડ કોહિનૂરને હસ્તગત કરી છે. આ સોદામાં પ્રીમિયમ બાસમતી રાઇસ બ્રાન્ડ ઉપરાંત તેની ચારમિનાર અને ટ્રોફી જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે, જેની કુલ વેલ્યું આશરે 115 કરોડ રૂપિયા છે.

અદાણી વિલ્મર કે જે ભારતમાં ખાદ્ય તેલનું આયાતકાર, રિફાઇનર અને માર્કેટર છે, તે કોહિનૂર બ્રાન્ડ્સ સાથે ચોખાના બજારમાં ત્રીજા સ્થાને હશે. આ ત્રણેય બ્રાન્ડનું વેચાણ વર્ષે 300 કરોડ રૂપિયાનું છે, તેમ કંપનીએ જણાવ્યું હતું.

અમદાવાદ સ્થિત કંપનીની ડીલ તેની કેપેસિટી એક્સપાન્શન અને એક્વિઝિશન દ્વારા પેકેજ્ડ ફૂડ્સ અને પર્સનલ કેર પોર્ટફોલિયોને ઝડપથી વિકસાવવાની તેની મધ્યમ ગાળાની વ્યૂહરચના સાથે સુસંગત છે. કોહિનૂર ડીલ કંપનીને બજારમાં તેના પોર્ટફોલિયોને પ્રીમિયમ બનાવવામાં મદદ કરશે.

એડબલ્યુએલના સીઇઓ અને એમડી અંગશુ મલ્લિકે જણાવ્યું હતું કે, આ સંપાદન ઉંચા માર્જિનવાળા બ્રાન્ડેડ સ્ટેપલ્સ અને ફૂડ પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં અમારા પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની અમારી બિઝનેસ સ્ટ્રેટેજીને અનુરુપ છે. અમારું માનવું છે કે પેકેજ્ડ ફૂડ કેટેગરીમાં ઘણી શકયતાઓ રહેલી છે. કોહિનૂર મજબૂત બ્રાન્ડ છે અને તે ફૂડ એફએમસીજી કેટેગરીમાં અમારી પોઝિશનને વેગ આપવામાં મદદ કરશે.

કંપની સ્કેલેબલ હોય તેવી બ્રાન્ડ્સને હસ્તગત કરવા માટે કામ કરી રહી છે.નાણાકીય વર્ષ 2021-22માં એડબલ્યુએલનો ફૂડ્સ અને પર્સનલ કેર બિઝનેસ 38 ટકા વધીને રૂ.2,621 કરોડ થયો છે, જે અગાઉના વર્ષે રૂ.1,905 કરોડ હતો.

મલ્લિકના જણાવ્યા અનુસાર મેનેજમેન્ટની સ્ટ્રેટેજી આગળ વધવા માટે ઘણી સ્પષ્ટ છે. અમે અમારા ફુડ બિઝનેસને વિસ્તૃત કરવા માંગીએ છીએ. બીજુ કે આ સોદો અમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કરવામાં મદદરૂપ થઈ શકે કે કેમ. ત્રીજું, શું અમને તેમાંથી કાયમી બિઝનેસ મળશે? અને ચોથું, શું અમને તે પોર્ટફોલિયોને પ્રોસેસ્ડ ફૂડમાં અગ્રેસર બનવાનાં અમારા ઉદ્દેશને પહોંચી વળવા માટે વિસ્તૃત કરી શકીએ છીએ કે કેમ?તેમ તેમણે બિઝનેસ ટુડે સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું.

ટ્રોફી જેવી બ્રાન્ડ્સ કે જે મુખ્યત્વે “હોરેકા” (હોટેલ્સ, રેસ્ટોરાં અને કાફે)ને સર્વિસ આપે છે, તેનો એડબલ્યુએલ મોટા પાયે ફાયદો ઉઠાવશે કે જે પહેલાથી જ સેગમેન્ટમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. જ્યારે, સામાન્ય વેપારમાં તેનું ઝડપથી વિકસતું વિતરણ નેટવર્ક દેશમાં 16 લાખ અથવા 80 ટકા ફુડ અને કરિયાણાના આઉટલેટ્સને આવરી લે છે.એડબલ્યુએલ તેની બ્રાન્ડેડ સ્ટોર્સ ચેઇનને પણ વધારી રહ્યું છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેમાં 16 નવા બ્રાન્ડેડ આઉટલેટ્સનો વધારો થયો હતો.

Your email address will not be published.