અદાણી વિલ્મર 3,600 કરોડના આઇપીઓ સાથે કેપિટલ માર્કેટમાં ઉતરવા તૈયાર

| Updated: January 22, 2022 2:08 pm

અદાણી ગ્રુપની એફએમસીજી કંપની અદાણી વિલ્મરનો 3,600 કરોડનો આઇપીઓ કેપિટલ માર્કેટમાં ઉતરવા માટે તૈયાર છે. આગામી 27મી જાન્યુઆરીએ 218-230 રૂપિયાની શેર પ્રાઇઝ સાથે આઇપીઓ આવશે. 8મી ફેબ્રુઆરીએ લીસ્ટીંગ થશે.

અદાણી વિલ્મરનો બિઝનેસ ત્રણ કેટેગરીમાં વહેંચાયેલો છે જેમાં ખાદ્ય તેલ, એફએમસીજી અને ઔદ્યોગિક સપ્લાયનો સમાવેશ થાય છે. 2021ના વર્ષમાં કંપનીના ખાદ્ય તેલના બિઝનેસની રેવન્યુ 305 અબજ રૂપિયા હતી જ્યારે ફૂડ અને એફએમસીજી બિઝનેસની રેવન્યુ 19 અબજ રૂપિયા રહી હતી. ઔદ્યોગિક સપ્લાયના બિઝનેસની રેવન્યુ 47 અબજ રૂપિયા રહી હતી.

અદાણી વિલ્મરના સીઇઓ અને એમડી આંગશુ મલીક આઇપીઓને લઈને ઉત્સાહિત છે. તેઓ કહે છે કે 1999માં સિંગાપોરના વિલ્મર ગ્રુપ સાથે અદાણી ગ્રુપે કરાર કર્યા હતા. આજે ત્રણ દાયકા પછી દર ત્રણ ઘરમાંથી એક ઘરમાં અદાણી વિલ્મરનો એફએમસીજી પ્રોડક્ટ્સ પહોંચી છે.

કંપની કુલ 22 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને 28 ટોલિંગ યુનિટ્સ ધરાવે છે. હાલ ખાદ્ય તેલના માર્કેટમાં અદાણી વિલ્મરનો હિસ્સો 18.3 ટકા છે. તથા ઘઉંના પેક લોટના બિઝનેસમાં કંપની બીજું સ્થાન ધરાવે છે. હજીરામાં કંપનીનો અત્યાધુનિક પ્લાન્ટ આવેલો છે.

અદાણી વિલ્મરના સીઇઓ શ્રીકાંત કાન્હરેએ માહિતી આપતા કહ્યું હતું કે 2019-20ના નાણાવર્ષમાં કંપનીની રેવન્યુ CAGR  (કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ) 13.4 ટકા રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેન્કના ઇક્વીટી કેપિટલ માર્કેટ્સના વડા કૌશલ શાહે કહ્યું હતું કે શરૂઆતમાં અદાણી વિલ્મરના પબ્લિક ઇસ્યુનું કદ 4500 કરોડ રૂપિયા હતું જે બાદમાં 20 ટકા ઘટાડીને 3,600 કરોડ કરવામાં આવ્યું છે. 

Your email address will not be published.