સાબરમતી આશ્રમની એક એકરની જમીનમાં કોઈ રિડેવલપમેન્ટ નહીં થાયઃ એડવોકેટ જનરલની કોર્ટમાં રજુઆત

| Updated: December 1, 2021 1:28 pm

સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં મોટું નિવેદન આપ્યું છે.

એડવોકેટ જનરલે જણાવ્યું કે સાબરમતી આશ્રમની એક એકરની જગ્યામાં કોઈપણ જાતનું રિડેવલપમેન્ટ કરવામાં નહીં આવે. આશ્રમની જગ્યાની આસપાસના વિસ્તારમાં રિડેવલપમેન્ટ નું પ્લાન છે. ગાંધીજીના મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર થાય તેમજ ટુરીઝમ વધે તે માટે રિડેવલપમેન્ટ પ્લાન લાગુ કરાયો છે.

આશ્રમની રુચિની પ્રવૃત્તિને અસર પડે તેવી કોઇ જ કાર્યવાહી કરવામાં નહીં આવે. કોર્ટે એડવોકેટ જનરલના નિવેદન નોંધીને અરજીનો નિકાલ કર્યો છે. કોઈ વ્યક્તિને પોતાના વ્યક્તિગત હક્કો પર તરાપ વાગી હોય તેવું લાગતું હોય તો તે યોગ્ય ફોરમ સમક્ષ કાયદેસરની રજૂઆત અને કેસ કરી શકશે તેવી હાઇકોર્ટે છૂટ આપી છે.

Your email address will not be published. Required fields are marked *