ગુજરાત: આ વર્ષના જુલાઈમાં આશરે છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો

| Updated: August 2, 2022 9:32 am

ગુજરાતમાં લગભગ છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ વરસાદ આ વર્ષે જુલાઈમાં નોંધાયો છે. એક અહેવાલ અનુસાર, જુલાઈ 2013 બાદ સૌથી વધુ વરસાદ આ વર્ષના જુલાઈમાં નોંધાયો છે. આંકડા દર્શાવે છે. આ વર્ષે જુલાઈમાં, રાજ્યમાં અભૂતપૂર્વ વરસાદ જોવા મળ્યો હતો, જેના પગલે કેટલાક ભાગોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. આ ઉપરાંત નોંધનિય છે કે, રવિવાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ 70.20 ટકાવરસાદ થઈ ચૂક્યો છે.

હાલમાં રાજ્યમાં ચોમાસામાં વિરામ જોવા મળી રહ્યો છે કારણ કે ચોમાસું હિમાલયની તળેટી તરફ આગળ વધી રહ્યું છે. તેથી આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી માત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ વર્ષે જુલાઈમાં રાજ્યમાં કુલ 535.9 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જે 2013 પછીના જુલાઈ મહિના માટે સૌથી વધુ છે. ભારતીય હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્ર બંનેમાં સક્રિય વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં વધુ વરસાદ જોવા મળ્યો હતો.

આ વર્ષે સૌથી વધુ વરસાદ કચ્છ પ્રદેશમાં નોંધાયો છે, જેમાં સરેરાશ કરતાં વધુ – 117.49% વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગયા મહિને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લોકોએ પૂર જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

Your email address will not be published.