પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજીના ભાવ પણ ઘટી શકે છેઃ કેન્દ્રની વિચારણા

| Updated: May 23, 2022 1:56 pm

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોએ એક સમયે પેટ્રોલ-ડીઝલના બદલે સીએનજી વાહનની પસંદગી ઉતારી હતી, પણ હવે તેના ભાવ પણ સતત વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં કેન્દ્ર સરકારે એકસાઇઝ ડ્યુટી ઘટાડી પેટ્રોલ-ડીઝલમાં રાહત આપી હવે તેવું પગલું સીએનજી વાહનોના મોરચે પણ લેવાઈ શકે છે.

વાહન ઉત્પાદકોના સંગઠન સિયામે સીએનજીની કિંમત ઘટાડવા માટે સરકારને વિનંતી કરી છે. હવે જો સરકાર આ અંગે નિર્ણય લે તો ભાવ ઘટી શકે છે. સિયામે પીએમ મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારામનને ટેગ કરીને જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાના નિર્ણયને ઓટો ઇન્ડસ્ટ્રી આવકારે છે. પણ સીએનજીના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વધારો થઈ રહ્યો છે. તેથી હવે જો સીએનજીના ભાવ ઘટાડાય તો સામાન્ય માણસને મદદ મળશે અને સ્વચ્છ વાતાવરણ મળશે. તેની સાથે મોંઘવારીમાં પણ ઘટાડો થશે. સરકાર આ માંગ પર વિચાર કરીને આગામી દિવસોમાં સીએનજીની કિંમત ઘટાડી શકે છે.

છેલ્લા એક વર્ષમાં સીએનજીના ભાવમાં 32 રૂપિયાનો વધારો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સીએનજીના ભાવ લગભગ બમણા થયા છે. મે 2021માં દિલ્હીમાં સીએનજીની કિંમત પ્રતિ કિલો 43.40 હતી. જ્યારે મે 2022માં વધીને પ્રતિ કિલો 75.61 કિલોગ્રામ થઈ ગઈ હતી. આમ દિલ્હીમાં જ છ મહિનામાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો 32 રૂપિયા વધ્યો છે. સમગ્ર દેશમાં આ વધારાની સરેરાશ જોઈએ તો પ્રતિ કિલો 30 રૂપિયાની આસપાસ છે.

સીએનજીના ભાવ વધવાનું કારણ માંગ અને પુરવઠાની કટોકટી છે. હાલમાં સમગ્ર વિશ્વમાં ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે. ગેસની માંગ વધુ છે અને પુરવઠો ઓછો છે. આના લીધે નેચરલ ગેસની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. હવે જો સીએનજીનો ભાવ વધે તો તેનો તથા પેટ્રોલ-ડીઝલનો ભાવ લગભગ નજીક આવી ગયા છે.

Your email address will not be published.