યુપીમાં રાજકીય ભૂકંપ : સ્વામી પ્રસાદ મૌર્ય બાદ ભાજપના ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી

| Updated: January 11, 2022 5:23 pm

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેની સાથે રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે. ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ટિકિટ વહેચણી શરૂ થાય તે પહેલા જ પક્ષપલટાની મોસમ આવી ગઈ છે.

આજે યુપીના રાજકારણમાં ખુબ જ મોટો ભૂકંપ આવ્યો છે. યોગી કેબિનેટના સિનિયર મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાં બાદ ભાજપના અન્ય ધારાસભ્ય રોશનલાલ વર્મા, ભગવતી પ્રસાદ સાગર અને બ્રજેશ પ્રજાપતિએ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ભાજપને મોટો ફટકો પડ્યો છે.

સુત્રો તરફથી મળતી વિગત મુજબ આ ધારાસભ્યોએ સ્વામી પ્રસાદના સમર્થનમાં રાજીનામું આપ્યું છે અને તે પણ સપામાં સામેલ થશે તેવી અટકળો વહેતી થઇ છે. આ ધારાસભ્યોના રાજીનામાંને કારણે પશ્ચિમ યુપીની વોટબેંક પર ભાજપને મોટું નુકશાન થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

તો બીજી તરફ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘મને ખબર નથી કે સ્વામી પ્રસાદ મૌર્યએ કયા કારણોસર રાજીનામું આપ્યું છે. તેમને બેસીને વાત કરવાની અપીલ છે, ઉતાવળમાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે.

ધારાસભ્ય રોશન લાયોગીનું કહેવું છે કે યોગી સરકારમાં તેમની કોઈ સમસ્યાનું સમાધાન થતું નથી. છેલ્લા પાંચ વર્ષથી કરેલી ફરિયાદોનો કોઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો જે કારણોસર તેમણે પાર્ટી છોડી દીધી છે. યુપીના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યેએ કેબિનેટમાંથી રાજીનામું આપી દેતા ભાજપને મોટો ફટકો પડ્યો છે. તેઓ પછાત સમુદાયના મોટા નેતા છે.

Your email address will not be published.