નોકરીવાંચ્છુઓ આનંદોઃ ગુજરાતમાં સરકારી ભરતીમાં વયમર્યાદામાં વધી

| Updated: October 13, 2021 4:45 pm

રાજ્ય સરકારની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ભરતીમાં વય મર્યાદાની એક વર્ષની છૂટછાટ આપી છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે કોરોનાની સ્થિતિમાં અનેક ભરતી મોકુફ રહી છે અને યુવાનોએ તકલીફો વેઠી છે.

તેથી 1/9/2021થી વયમર્યાદામાં છૂટછાટનો નિર્ણય લાગુ કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે. ટેટમાં આ સમયમર્યાદા નવી શિક્ષણનીતિ લાગુ ન થાય ત્યાં સુધી રહેશે. આ નિર્ણયને કારણે 3300 જેટલી ભરતી પણ કરવામાં આવશે. જેનો સીધો લાભ ઉમેદવારોને થશે.

કઈ નોકરી માટે વયમર્યાદામાં કેટલો વધારો થયો

બિન અનામતમાં 36 વર્ષ (મહત્તમ)
ST-SC (સ્નાતકથી વધારેની મર્યાદા) 41 વર્ષ
ST-SC (સ્નાતક સુધી અભ્યાસની મર્યાદા) 39 વર્ષ
OBC (સ્નાતકથી વધારેની મર્યાદા) 41 વર્ષ
OBC (સ્નાતક અભ્યાસની મર્યાદા) 39 વર્ષ
વધુમાં વધુ મર્યાદા 45 વર્ષ

100 દિવસના એક્શન પ્લાન પર કામગીરી શરૂ

આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. તેના હેઠળ તમામ વિભાગને મહત્વના પ્રોજેક્ટ પર કામ કરવાની સૂચના આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ ચૂંટણી પહેલા પૂર્ણ કરવાના રહેશે. સરકારના તમામ વિભાગોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કેબિનેટ બેઠકમાં 100 દિવસનો એક્સન પ્લાન રજુ કર્યો હતો. ચૂંટણી પહેલા લોકહિતના કાર્યોને પ્રાયોરિટીના ધોરણે ઉકેલવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

Your email address will not be published. Required fields are marked *