બારડોલીમાં આગામી 14 થી 16 ઓગસ્ટના રોજ કૃષિ ચિંતન શિબિર યોજાશે

| Updated: August 4, 2022 11:10 am

બારડોલીમાં (Bardoli) સાકરી ગામ સ્થિત બાપ્સ સ્વામીનારાયણ મંદિરમાં આગામી 14, 15 અને 16 ઓગસ્ટના રોજ સવારે 9થી સાંજે 8 વાગ્યા સુધી સુભાષ પાલેકર કૃષિ ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. આ કૃષિ ઋષિ પદ્મશ્રી ડો. સુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિબિર યોજાશે. આ શિબિરમાં રાજયભરના 4 હજાર ખેડૂતો જોડાશે. પ્રવર્તમાન સંજોગોમાં ખેતીની ચિંતા અને ખેતી સાથે જોડાયેલા અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે ખેડૂતોને સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિથી માહિતગાર કરાશે અને ચિંતન શિબિર થકી આ લાભદાયી કૃષિ પદ્ધતિનો વિશ્વભરમાં વ્યાપ વધશે.

શિબિરમાં શેરડી, કેળા, નાળિયેરી, અનાજ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી તેમજ બાગાયતી પાકો અને તેના મૂલ્યવર્ધન પર વિચારવિમર્શ કરાશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત રાજ્યભરમાં ઠેરઠેરથી મોટી સંખ્યામાં ખેડૂતો ચિંતન શિબિરમાં યોજાશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત રાજ્યભરમાં ઠેરઠેરથી મોટી સંખ્યામાં ખેડૂતો ચિંતન શિબિરમાં યોજાશે. હાલના સમયે ખેતી ક્ષેત્રે ખર્ચ, ઓછા ઉત્પાદન, ખેતરમાંથી યોગ્ય વળતર ન મળવાનો પ્રશ્ન, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના ખર્ચ, ખેતીમાંથી ઓછી આવક, જૈવિક,પાકૃતિક ખેતીથી શ્રીલંકામાં થયેલ ખેત પેદાશના નુકશાન જેવા પ્રશ્નો, ચિંતા ખેડૂતોને સતાવી રજીવામૃત, ધન જીવામૃત સહિતની પદ્ધતિનું માર્ગદર્શન મળશે.

સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિ મુખ્યતવે બીજામૃત, ધન જીવામૃત, જીવામૃત, વાપશા અને અચ્છાંદન પર નિર્ભર છે. દરમિયાન સુભાષ પાલેકર કૃષિ ચિંતન શિબિરમાં બીજારોપણથી લઇને ઉત્પાદન સુધીના વિવિધ પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન અપાશે. ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવો પડે છે, નિંદામણ વધુ ઉગે છે, પાણીના ભરાવાથી પાક મરી જાય છે જેવા પ્રશ્નો, સમસ્યાને લઇને ખેડૂતો સતત ચિંતામાં રહે છે. ચિંતન શિબિરમાં તમામ પ્રશ્નોના ઉકેલ સાથે માર્ગદર્શન અપાશે.

આ પણ વાંચો: ખેડૂતો માટે ખેતીવાડી વિભાગે જાહેર કરી આ વિગતો

Your email address will not be published.